Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગોંડલ અને ઉપલેટામાં વર્લીના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ પ શખ્‍સો પકડાયા

ગોંડલમાં રૂત્‍વીક, ઇમ્‍તીયાઝ અને મનદીપ તેમજ ઉપલેટામાં આશીફ અને ઇરફાન વર્લીના આંકડા લેતા ઝડપાયા

રાજકોટ, તા. ર૯ :  ગોંડલ અને ઉપલેટા પોલીસે વર્લીના હાટડા ઉપર રેઇડ કરી વર્લીના આંકડા લેતા પ શખ્‍સોને ઝડપી લીધા હતા.

ગોંડલ સીટી પોલીસે ગોંડલ ધોધાવદર ચોકમાં રેઇડ કરી જાહેરમાં વર્લીના આંકડા લેતા રૂત્‍વીકા સુરેશભાઇ વાઘેલા રે. ભગવતપરા, ઇમ્‍તીયાઝ હારૂનભાઇ ડેલા રે. રૂપાવટી તથા મનદીપ લક્ષ્મણભાઇ ગોહેલ રહે. ભગવતપરા ૧ર/૪૧ ગોંડલને રોકડા રૂા. ૧૦૦ર૦ તથા વર્લીના સાહિત્‍ય સાથે ઝડપી લીધા હતા.

ઉપલેટા પોલીસે ઉપલેટા નટવર રોડ પી.જી. ચોકમાં રેઇડ કરી જાહેરમાં વર્લી ફિકચરના આંકડા લેતા આશીફ ઉર્ફ જાદુગર ચલારખાભાઇ બ્‍લોચ રે. પાટણવાવ રોડ ઉપલેટા તથા ઇરફાન ઉર્ફ ભૂરો હનીફભાઇ ચાનીયા રે. પાંજરોપોળ રોડ સંતોકી શેરી ઉપલેટાને રોકડા ૩૯૪૦ અને બે મોબાઇલ મળી કુલ ૧૩૯૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(11:58 am IST)