Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પ્રેમ, ત્‍યાગ અને માફીનું પવિત્ર પર્વ ‘‘ગુડફ્રાઇડે''

જેમકે આપણે સોૈ જાણીએ છીએ કે રોજ એકને એક દિવસ આવે છે જેમ કે સોમવાર, મંગળવાર, બુધવાર... પરંતુ શુક્રવારને કેમ ‘‘શુભ શુક્રવાર'' (ગુડ ફ્રાઇડે) કહેવામાં આવે છે? કેમકે આ દિવસે ઇસુએ પોતાનાં અમુલ્‍ય પ્રાણોની આહુતિ આપી હતી. ઇસુનું રકત આપણા સોૈનાં માટે પાપોને શુધ્‍ધ કરવા વહેવડાવાયું ઇસુએ પોતાનો જીવ ક્રોસ પર અર્પી દીધો.

એમ કહી શકાય કે ઇસુએ પોતાનાં અમુલ્‍ય અને પવિત્ર રકત વહેવડાવ્‍યું જે પાપની અજ્ઞાત હતું. તેમ કે આપણા સર્વ માટે કઠિન વેદના સહી તેઓ નિર્દોષ હતાં તેમણે કોઇ ગુનો નહોતો કર્યો. ખોટુ ન હોતાં બોલ્‍યાં તેમ છતાં તેમને ક્રીસ પર લટકાવી દેવાયા તેમને દોરડા માર્યા, તેમનાં કુખમાં ભાલો માર્યો, હાથ-પગમાં ખીલ્લા  ઠોકી દેવાયાં અને માથા પર કાંટાનો મુગટ પહેરાવ્‍યો. તેમની હંસી ઉડાવવામાં આવી. ઠઠ્ઠા કરવામાં આવ્‍યા.

ઇસુએ તેમ છતાં તેમને કાંઇ ન કીધું કેમકે બાઇબલમાં લખવામાં આવશે આ પ્રમાણે તેમને ઘણી વેદનાઓ સહન કરવી પડી હતી. તેમને જેણે જુજ સિકકાઓ માટે પ્રભુ ઇસુને પકડાવી દેવામાં આવ્‍યાં. નિર્દોષ હોવા છતાં પાપીઓમાં ગણતરી કરવામાં આવી. તેમનું બહુમૂલ્‍ય રકત વહેવડાવ્‍યું તે આપણને એ શીખવે છે કે આપણે ઇસુએ બતાવેલ રાહ પર ચાલીએ કોઇની ઉપર દોષ ન લગાવીએ જો આપણાથી કોઇ ભુલ થઇ ગઇ હોય તો દિલથી માફી માંગી અને બીજીવાર એ ભુલ ન કરીએ પહેલા પણ એ થયું છે અને આજે પણ એ થઇ રહયું છે કે આપણે સર્વ ભુલીને માત્ર અને માત્ર જુજ પૈસા માટે આપણાં ઇમાનને વેચી દઇએ છીએ લાંચ લઇએ છીએ અને લાંચ આપીએ છીએ.

દોષ લગાવીએ છીએ, બદલો લઇએ છીએ, દુશ્‍મનીને ભુલતાં નથી. ઇસુએ કહયું છે કે પ્રેમ ને તુલ્‍ય કોઇ વસ્‍તુ નથી પરંતુ આજના જમાનામાં એ જોવા મળી રહયું છે કે કુટુંબોમાં પડોસીઓમાં, સગાં-સંબંધીઓમાં કોઇ જગ્‍યાએ પ્રેમ નથી રહયો માત્ર આપણે પાપમય જીવન જીવી રહયાં છીએ. ઇસુનું બલિદાન આપણે ભુલવા માંડયા છીએ. અરે આપણે એ કેમ ભુલી ગયાં કે ઇસુ આપણને અંધકારમાંથી જયોતિમાં લાવવા માટે આવ્‍યા છે. તેમણે પોતાનાં જીવનું અમુલ્‍ય અતુટ બલિદાન આપી આપણાં પાપોની ક્ષમાા આપી.

ઇસુ કહે છે કે તમે પણ મારી જેમ આપસમાં પ્રેમભરી જીંદગી જીવો પાપમય જીવનથી દુર રહો. જુઠ્ઠાથી વંચિત રહો. એટલા માટે ‘‘ગુડફ્રાઇડે એક  પવિત્ર પર્વ ની સાથે માફી આપવી અને માફી લેવીએ શીખવાડે છે. આજના દિવસે ઇસુનાં બલિદાનનું મહત્‍વ સમજવું જાઇએ. જેમ તેમણે આપણને માફ કર્યા તેમ આપણે પણ ગુનેગારોને માફ કરવાં જોઇએ.

આ પવિત્ર ‘‘શુભ શુક્રવાર'' ના દિવસે આપણે એ પ્રતિજ્ઞા લેવી છે કે ના ખરાબ વિચારીએ ના ખરાબ કરીએ. ખોટી સાક્ષી પુરીએ. પાપગુનાથી દુર રહીએ.

ગુડ ફ્રાઇડેના દિવસે ત્રીજા પહોરે ઇસુએ ક્રોસ પર પોતાનાં પ્રાણોને ત્‍યજી દીધાં. પરંતુ આટલો જુલ્‍મ સહન કરવા ઉપરાંત તેમનાં મોઢામાં એ શબ્‍દ હતાં કે હે પિતા!  આ લોકોને માફ કરો કેમ કે તેઓ જે કરી રહયાં છે તેના વિશે તેઓ જાણતાં નથી. તો આ દિવસ શુક્રવાર હતો જેને ઇસુએ પસંદ કર્યો. આજના દિવસે- મહત્‍વપૂર્ણ દિવસે ખ્રિસ્‍તી લોકો ઉપવાસ સહિત પ્રાર્થના કરે છે કે હે ઇસુ! અમને અમારાં પાપો માફ કરો અમે તમારા બલિદાનને વ્‍યર્થ થવા નહી દઇએ. હંમેશા આ બલિદાન ને અમે ભુલી નહીં શકીએ. તમે તમારા પ્રાણનો ત્‍યાગ કર્યો.

આજના દિવસે અમે હંમેશા ઇસુની સ્‍તુતિ હો! તે અમારા દિલોમાં રહે કેમકે તેથી અમારા マદયોમાં ખોટી ભાવના ન આવે. અંતમાં આપ સર્વેને ‘‘શુભ શુક્રવાર'' ની પ્રેમી સલામ.

આભાર સહ.

(2:14 pm IST)