Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

હાથના દુઃખાવાથી કંટાળી પારડી ગામના કેતને ઝેરી પાવડર પી લીધો

રાજકોટ તા. ૨૯: શાપરના પારડી ગામે શિતળા મંદિર પાસે રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં કેતન હીરાભાઇ ભાસકર (ઉ.વ.૩૫) નામના યુવાને ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી. કેતન બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને સંતાનમાં એક દિકરી છે. અગાઉ હાથમાં ઇજા થઇ હોઇ તેનો દુઃખાવો સહન ન થતો હોઇ કંટાળીને ઝેરી પાવડર પી લીધાનું તેણે કહ્યું હતું.

(11:48 am IST)