Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વિરાણી બહેરા મૂંગા શાળામાં ગણતંત્ર દિન ઉજવાયો

રાજકોટ : શ્રી છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. અબતક મીડીયાના સતીષભાઈ મહેતા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. તાજેતરમાં કલા ઉત્સવ - ૨૦૧૭માં સમગ્ર ભારતમાં ત્રીજો નંબર મેળવી વિજેતા બનેલ ડો. પી. વી. દોશી મુક બધીર માધ્યમિક શાળાની સ્પર્ધક ટીમને દાતા શ્રી છગનલાલ શામજી વિરાણી ટ્રસ્ટ, જી. કે. ગોહીલ ટ્રસ્ટ, સહસર્જન ગ્રુપ, દશાંગ ફ્રેન્ડ્સ ગ્રુપ, મેટ્રો ઈલેકટ્રીક કંપની, ધરતી કો. ઓપ. બેંક, રાજકોટ નાગરીક સહકારી બેંક, દિનેશભાઈ પંચોલી, સી. એ. પ્રવિણભાઈ ધોળકીયા તથા શ્રી કિશોરભાઈ કોરડીયા તરફથી રોકડ પુરસ્કાર તથા ગીફટ આપી સન્માનિત કરવામાં આવ્યા.

છત્તીસગઢની લોકનૃત્ય કૃતિ તૈયાર કરવામાં દિવસ રાત અથાગ મહેનત કરનાર સંસ્થાના આચાર્ય શ્રી કશ્યપભાઈ પંચોલી, મદદ શિક્ષિકા ક્રીષ્નાબેન મોજીદ્રા - કોરીયોગ્રાફર, શ્રી હંસીલભાઈ ટાંક તથા વિડીયો શુટીંગ - ફોટોગ્રાફર શ્રી પ્રફુલભાઈ વસોયાનું શાલ ઓઢાડી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. અબતક મીડીયાના માલિકશ્રી સતીષભાઈ મહેતા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીશી, માનદમંત્રી હસુભાઈ જોષી વગેરેએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યા. ટ્રસ્ટી શ્રી પ્રશાંત વોરા, સી. એ. પ્રવિણભાઈ ધોળકીયા, નરેન્દ્રભાઈ દવે, ધરતી કો. ઓપ. બેંકના અધિકારી દિલીપભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા વગેરેએ બાળકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. આભારદર્શન સહ માનદમંત્રી શ્રી પ્રફુલભાઈ ગોહીલે કરેલ.

(4:02 pm IST)