Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કાલાવડ રોડ પર તું બહુ પાવર કરતી'તી હવે તારો વારો...કહી વ્હોરા યુવતિ અને માતા પર હીચકારો હુમલોઃ ખૂનની ધમકી

જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે પરાસર પાર્ક-૨માં રાત્રે ૪ મહિલા-૬ છોકરાઓની ધમાલઃ યુવતિ તેના માતા સહિતના સ્વજનો સાથે જમવા જતી'તી ત્યારે એક શખ્સે 'અમારા મહિલાઓ સામે જોઇને કેમ હસે છે?' કહી ઝઘડો કર્યોઃ સમાધાન બાદ ટોળકીએ ઘરે આવી ડખ્ખો કર્યોઁ: બે મહિલા સહિત ચારની પુછતાછ-અન્યોની શોધખોળ

રાજકોટ તા. ૨૯: કાલાવડ રોડ પર પરિવારજનો સાથે જમવા જઇ રહેલી પરાસર પાર્કની વ્હોરા યુવતિ સાથે મહિલા અને છોકરાઓએ સામુ જોઇ હસવા બાબતે માથાકુટ કર્યા બાદ તેણીના ઘરે ટોળકી સ્વરૂપે જઇ આ યુવતિ અને તેના માતા પર હુમલો કરી ધબધબાટી બોલાવી ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

બનાવ અંગે પોલીસે જામનગર રોડ ગાંધી સોસાયટી પાછળ કૃષ્ણનગર પરાસર પાર્ક-૨માં અંબે માતાજીના મંદિર પાછળ રહેતાં ફરીદાબેન અબ્બાસભાઇ જીવાજી કપાસી (ઉ.૨૩) નામની વ્હોરા યુવતિની ફરિયાદ પરથી નિશાંત ઠેબા, અન્ય પાંચ પુરૂષો, એક મહિલા જાસ્મીન મામટી તથા અન્ય ત્રણ મહિલા સહિત ૧૦ સામે આઇપીસી ૩૫૪, ૧૪૩, ૩૨૩, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરીદાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  હું ગોંડલ રોડ શો રૂમમાં પ્રાઇવેટ નોકરી  કરુ છું. રવિવારે સાંજે છએક વાગ્યે હું તથા મારા માતા સમીમબેન, ભાભી માસૂમબેન, મામી ફાતેમાબેન સહિતના પરિવારજનો કાલાવડ રોડ પર આવેલ મોટેલ ધી વિલેજમાં જમવા જવા અમારા વાહનો લઇને નીકળ્યા હતાં. અમે બધા મટુકી હોટેલ સામે પહોંચ્યા હતાં ત્યારે અમારી સાથે સાથે ચાલતાં બીજા બે બાઇકમાં ચાર મહિલા અને એક પુરૂષ તથા બીજા પાંચ વ્યકિતઓ તેના બાઇકમાં હતાં. ત્યારે એક બાઇક ચાલક શખ્સે કેમ મારી સાથેના મહિલાઓને જોઇને હસે છે?   કહી બોલાચાલી કરી હતી. આથી અમે ઉભા રહી ગયા હતાં. જે પૈકીના એક શખ્સે પોતાની ઓળખ નિશાંત ઠેબા તરીકે અને તેની સાથેની મહિલાએ જાસ્મીન મામટી તરીકેની આપી હતી.

આ વખતે બોલાચાલી બાદ ઘરમેળે સમાધાન થઇ ગયું હતું અને અમે એમટીવી ખાતે જમવા ગયા હતાં. જમીને પરત ઘરે આવ્યા ત્યારે રાત્રીના સાડા દસેક વાગ્યે જેણે કાલાવડ રોડ પર ઝઘડો કર્યો હતો. એ લોકો ચાર મહિલા તથા છ છોકરા મળી દસ જણા અમારા ઘરે ધસી આવ્યા હતાં અને  'કાલાવડ રોડ પર બહુ પાવર કરતી'તી હવે તારો વારો છે, કોણ તને છોડાવવા આવે છે...' કહી મારા તથા મારા મમ્મી તેમજ પર હમુલો કર્યોહ તો. માથાના વાળ ખેંચી ઢકીા-પાટુનો માર માર્યો હતો. તેમજ કોઇપણ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. મને જમણા પગે, બંને હાથ-ડોક તથા વાંસામાં ઇજા થઇ હતી અને મારા માતાને આખા શરીરે ઢીકા-પાટુનો માર મારવામાં આવ્યો હતો. અમે મા-દિકરીને બૂમાબૂમ કરતાં ઘણા લોકો ભેગા થઇ જતાં અમને છોડાવ્યા હતાં અને હુમલો કરનારા ભાગી ગયા હતાં.

ગાંધીગ્રામના પી.એસ.આઇ. એન. બી. ડાંગરે ગુનો નોંધી બે મહિલા સહિત ચારની પુછતાછ શરૂ કરી છે. (૧૪.૮)

(12:38 pm IST)