Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

શરણાર્થીઓ, દેશની સુરક્ષા અને માનવ અધિકાર

રાજકોટ તા. ર૮: ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ ઋષીકાળથીજ ''અતિથિ દેવો ભવઃ''ની રહી છે. ભારતની પારંપારીક માનવતાવાદી વિચારધારા મુજબ જ જોવા જોઇએ તો ભારતની ભુમીકા એક આંતરરાષ્ટ્રીય રાજય મુજબની રહી છે. જેમકે, ભારત સમગ્ર પૃથ્વીને એક માતા તરીકે પુજનીય માને છે અને માતૃ તુલ્ય ગણે છે. અને પૃથ્વીમાં વસતા દરેક માનવ સમુદાયને એક કુટુંબની ભાવનાથી જુવે છે. ભારતવર્ષની વિચારધારા અને પરંપરા ''વસુધૈવ કુટુંબકમ''ની રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતે વિશ્વના કોઇપણ તરછોડાયેલા માનવીને પોતાનાજ ગણી રક્ષણ તેમજ આશરો આપેલ છે અને તેઓના જીવન જીવવાના અને સ્વાતંત્ર્યના અધિકારોનું જતન અને રક્ષણ કરેલ છે. ભારતમાં રાજા રજવાળા કાળમાં જયારે યુદ્ધમાં જે રાજાનો પરાજય થતો તે રાજયની પ્રજા ત્યાંથી નાશી છુટતી અને અન્ય રજવાળાનું શરણ અને રક્ષણ મેળવતી અને આવા લોકો ''શરણાર્થી૩' તરીકે ઓળખાતા હતા.

વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં શરણાર્થીની વ્યાખ્યા અને અધિકારો આપવામાં આવેલ છે.

(૧) યુ.ડી.એચ.આર. (માનવ અધિકારોની વિશ્વઘોષણા) માં કલમ-૧૪(૧) મુજબ કોઇપણ દેશની હેરાનગતીથી દૂર બીજા દેશના શરણાર્થી થવાનો તથા આશરો અને રક્ષણ મેળવવાનો દરેકને હકક છે. (ર) યુ.ડી.એચ.આર. કલમ-૧૪ (ર) બિન-રાજકિય ગુનો કરેલ કે યુ.એન.ના સિધ્ધાંતો અને હેતુઓ વિરોધના કાર્ય કરનારને આ હકક પ્રાપ્ત થતો નથી. (૩) રેફયુજી કન્વેન્શનની આર્ટીકલ-૩૧(૧) મુજબ વ્યકિતને જીવન અને સ્વાતંત્ર્યનો ભય હોય, પોતે જે દેશમાં હતા ત્યાં જઇ શકતાં નથી કારણ કે જૂલ્મ થવાનો ભય છે તેવા વ્યકિતને શરણાર્થી કહેવામાં આવે છે. (૪) રેફયુજી કન્વેન્શનની આર્ટીકલ-૩રમાં પ્રવેશ આપવા અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે. (પ) રાઇટ્સ ઓફ ચાઇલ્ડ કન્વે.માં રેફયુજી ચાઇલ્ડ રક્ષણની જોગવાઇ કરવામાં આવેલ છે. (૬) ૧૯૭૭માં યુ.એન.એચ.સી.પી.ની એકઝીકયુટીવ કમીટી એ ભલામણ કરી તેમાં પણ રાષ્ટ્ર સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા ન હોય તો આવા રેફયુજીની અટકાયત કરવી જોઇએ. (૭) નોન રીફોરર્મેન્ટના સિધ્ધાંતના અપવાદમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા તથા કાયદા મુજબ માન્યતા અપવાદ છે. આ અપવાદનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. (૮) રેફયુઝી કન્વેન્શન આર્ટીકલ-૩ર(ર) માં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે શરણાર્થી દેશની સુરક્ષા માટે ખતરો હોય અથવા ખતરો ઉભો કરતા હોય અથવા દેશના સમાજ માટે ખતરો હોય તો તેવા લોકોને શરણ આપવાનાં સિધ્ધાંતો લાગુ ન કરી શકાય. જે નિર્ણય જે તે રાષ્ટ્રના સતાવાળાઓ કરશે.

કેવા કારણોથી શરણાર્થીઓ સ્થળાંતર કરતાં હોય છે?

(૧) જીવન અને સ્વાતંત્ર્યને હાનિ પહોંચશે તેવી સ્થિતિના કારણે (ર) યુધ્ધની સ્થિતિ અથવા આંતરીક વિખવાદના કારણે (૩) હુમલો થવાનો ભય હોય તેના કારણે

ભારત ૧૯પ૧ના રેફયુજી કન્વેનશન કે ૧૯૬૭ના પ્રોટોકોલ સાથે જોડાયેલ નથી પરંતુ ૧૯૭૯માં આઇ.સી.સી.પી.આર.નો અને ઇ.એસ.સી. કન્વેન્શન માન્ય કરેલ છે. છતાં પણ આ કન્વે.માં વિદેશીઓને અધિકાર આપવા સબંધી જે જોગવાઇ છે તે અધિકારો ભારતે રીઝર્વ રાખેલ છે. છતાં પણ ભારત આ કન્વે.માં આપવામાં આવેલ જવાબદારીથી વિમુખ થઇ શકે નહીં.

ભારતમાં હાલમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, તિબેટ, અફઘાનિસ્તાન, ઇરાન, અને સોમાલીયા જેવા દેશમાંથી આવી ભારતમાં શરણ મેળવેલ છે. હાલમાં અંદાજી ર,૭પ,૦૦૦ શરણાર્થીઓ ભારતમાં જીવન વ્યતિત કરે છે. હાલમાં વર્ષ-ર૦૧૭માં મ્યાંમારમાંથી કોમી રમખાણોના કારણે રોહીંગ્યા શરણાર્થીઓએ ભારતમાં તેમજ બાંગ્લાદેશમાં પ્રવેશ કરેલ છે. (૭.૩૦)

(4:00 pm IST)