Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

સમસ્ત જૈન સમાજ દ્વારા રવિવારે મા અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન

મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી શેઠ ઉપાશ્રય ખાતે : પહેલા તબક્કામાં જૈન ચાલ, જંકશન પ્લોટ, અજરામર, રોયલ પાર્ક, રૂષભદેવ, પારસધામ દેરાસરના ૬૦૦ લોકો લાભ લેશે

રાજકોટઃ તા.૨૮, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા મા વાત્સલ્ય યોજના કાર્ડ બનાવી આપવામાં આવે છે.  સરકારશ્રી તરફથી જે યોજનાઓ જાહેર થાય છે તેના લાભ જૈન સમાજના જરૂરીયાતમંદ લોકોને પણ મળે તેમજ લાભાર્થીઓનો સમય, શકિત બચે અને એક જ દિવસે એક જ જગ્યાએથી મા અમૃતમ કાર્ડ મળી રહે તેવા શુભ આશયથી સમસ્ત રાજકોટ જૈન સમાજ એવમ  જૈન સમાજ સાધર્મિક સહાયક સમિતિ  ના ચંદ્રકાન્તભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી,  ઈશ્વરભાઈ દોશી, ડોલરભાઈ કોઠારી, એડવોકેટ કમલેશભાઈ શાહ, સી.પી.દલાલ, સતીષભાઈ મહેતા, રમેશભાઈ દોમડીયા, પારસભાઈ મોદી, હેમાબેન મોદી,વીણાબેન શેઠ, મયુરભાઈ શાહ, ઉપેનભાઈ મોદી, સુશીલભાઈ ગોડા, પ્રતાપભાઈ વોરા, ડી.કે.કોઠારી, તુષારભાઈ મહેતા, સચીનભાઈ વાલાણી, સેતુરભાઈ દેસાઈ, રાજુભાઈ મોદી, જગદીપભાઈ દોશી, પ્રફુલભાઈ ઘાટલીયા, જગદીશભાઈ શેઠ, ભરતભાઈ દોશી, હેમલભાઈ મહેતા, નિલેશભાઈ શાહ, કમલેશભાઈ મોદી, પરેશભાઈ સંઘાણી, કુમારભાઈ શાહ, મનોજ ડેલીવાળા વગેરે અગ્રણીઓએ સક્રિયતા માટે સંકલ્પ કર્યો. પ્રતિનિધિ મંડળે કોર્પોરેશનના પદાધિકારીઓને કેમ્પ  નું આયોજન કરવાની રજુઆત કરતા  આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ  કોર્પોરેશન તરફથી તમામ પ્રકારની સહકારની ખાતરી આપેલ.

રવિવાર તા. ૩૧, ના રોજ શેઠ ઉપાશ્રય ખાતે ૧૫૦ પરીવારોને એટલે કે લગભગ ૬૦૦ સદસ્યો સમાવિષ્ઠ  મા વાત્સલ્ય યોજના  ના કાર્ડ કોર્પોરેશન દ્રારા સ્થળ ઉપર જ બનાવી આપવામાં આવશે. લાભાર્થીઓમાં જૈન ચાલ સંઘ, જંકશન પ્લોટ સંઘ, અજરામર સંઘ, રોયલ પાર્ક સંઘ, રૂષભદેવ સંઘ,પારસધામ દેરાસર વગેરેનો સમાવેશ થાય છે.જેઓએ ફોર્મ ભરી જરૂરી વિગત સાથે ફોર્મ રજૂ કરેલ છે તેઓને કાર્ડ કાઢી આપવામાં આવશે.

જૈન સમાજ સહાયક સમિતિ દ્રારા બીજા ચરણમાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે. સરકાર તથા સરકારી સંસ્થાઓ દ્રારા જે કાંઈ લાભ મળવા પ્રાપ્ત થાય છે તે જૈન સમાજના જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહકારથી જૈન સમાજ સતત પ્રયત્નશીલ છે.

શેઠ ઉપાશ્રય ખાતે આયોજિત કેમ્પમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તથા વિધાન સભા ૬૮ ના નવ નિયુકત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા સહિતના પદાધિકારીઓ, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, જૈન સમાજના અગ્રણીઓ, સહકાર ભારતીના અધ્યક્ષ જયોતિન્દ્રભાઈ મહેતા, જૈન માઈનોરીટી બોર્ડના સદસ્ય રાજુભાઈ કેસ્ટ્રોલવાળા, રાજકોટ એડીશનલ કલેકટર હર્ષદભાઈ વોરા, તથા વોર્ડ નં ૧૦ના કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, બીનાબેન આચાર્ય, જયોત્સનાબેન ટીલાળા  સહિત અનેક  મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વિશેષ વિગત માટે હેમાબેન મોદી, રમેશભાઈ દોમડીયા તથા મનોજ ડેલીવાળાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:59 pm IST)