Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રાજકોટમાં શનિવારે જુલુસે ગૌષિયાહ : પ૦ હજાર લોકો જોડાશે : મુસ્લિમ સમાજને બંધ પાળી જોડાવા અપીલ

યાદે ગૌષુલવરા કમિટી દ્વારા ઉઠાવાતી જહેમત : મોટા પીરનાછિલ્લામાં પણ કાલે કાર્યક્રમ

યાદે ગૌષુલવરા કમિટીના હોદ્દેદારો આજે 'અકિલા' કાર્યાલયની મુલાકાતે પધારી શનિવારે રાજકોટ શહેરમાં રાબેતા મુજબ નિકળનારા જુલુસ  માટે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તતો હોવાનું જણાવી વિગતો આપી હતી ત્યારની તસ્વીર.

રાજકોટ, તા. ર૮ :  અગિયારમી શરીફના જુલુસ નિમિત્તે યાદે ગોષુલવરા કમિટીના મુખ્ય આયોજક અને ઇન્ચાર્જ મહેબુબભાઇ અજમેરીના પ્રમુખ સ્થાને સહંજાદીમાંની દરગાહ ખાતે મિટીંગ મળેલ હતી ઇદે ગૌષીયાના જુલુસની વ્યવસ્થા માટે પ૧ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

રાબેતા મુજબનો રૂટ એટલે કે દર સાલની જેમ શનિવારે બપોરે ૩-૦૦ કલાકે રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મુસ્લીમો નાના-મોટા વાહન રાણગારી રામનાથપરા ગરબી ચોકમાં ભેગા થશે. અને ત્યાંથી જુલુસ સ્વરૂપે નિકળશે ત્યાંથી કોઠારીયા નાકા પોલીસ ચોકી થઇને ભુપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, ખાદી ભવન, જુબેલી શાકમાર્કેટ, જંકશન રોડ થઇને સીધા હઝરત ગૈબનશાહ પિરની દરગાહ ખાતે થશે. અને ત્યાં સલાતો સલામ પઢી વિસસર્જન કરવામાં આવશે. આ જુલુસમાં રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૩૦,૦૦૦ જેટલા મુસ્લીમો જુલુસમાં જોડાશે અને અગ્યારમી શરીફના ઉત્સવમાં ભાગ લેશે માર્ગદર્શકો હાજી યુસુફભાઇ જુણેજા, અલાઉદ્દીનભાઇ કારીયાણીયા, મહેબુબભાઇ અજમેરી રહેશે.

ગત વર્ષની રાબેતા મુજબની ઇદગૌસુલવરા કમિટીના હોદ્દેદારો અને સભ્યો જુલુસની વ્યવસ્થા સંભાળશે. ઇદે ગૌસીયાહ જુલુસના મુખ્ય સંચાલક મહેબુબભાઇ અજમેરી અને સુલેમાન સંધાર, જુલુસ કીમટીના પ્રમુખ સૈયદ અંજાજ બાપુ બુખારી ઉપપ્રમુખો અજરૂદ્દીન કાદરી, યુનુસભાઇ જુણેજા (જયહિન્દ), હબીબભાઇ કટારીયા, રહીમભાઇ સોરા, હાસમભાઇ ચૌહાણ, હારૂનભાઇ શાહમદાર, ફારૂકભાઇ બાવાણી, યુસુફભાાઇ સોપારી વાલા મહામંત્રીઓ, ઇકબાલભાઇ બેલીમ, ડો. યુસુફ બાપુકાદરી બાવાણી, યુસુફભાઇ જુણેજા (લક્કી) મંત્રીઓ ઇકબાલભાઇ બેલીમ યુસુફભાઇ દલ, રજાકભાઇ કારીયાણીયાપુર, જાહીદભાઇ દલ, સલીમભાઇ આરબ, પરવેગ-ભાઇ કુરેશી, મકબુલભાઇ દાઉદાણી, હાસમભાઇ સુમરા, બસીરભાઇ બિયાણી, સબીરભાઇ કુવાડીયા, મહેબુબ ચૌહાણ, ફિરોજભાઇ લાખાવ, સલીરબાપુ બુખારી, ગફારભાઇ ખલીફા, મુન્નાભાઇ સુમરા, જબ્બારબાપુ કાદરી, ફજલબાપુ કાદરી, મહેબુબભાઇ બેલીમ, સમીર જસરાયા, અફઝલ સુમરા, ગફારબાપુ કાદરી, દિલાવર જસરાયા, ઇન્તયાઝ દાઉદાણી, ઇબ્રાહીમભાઇ સોરા, હાજીભાઇ ઓડીયા, યુસુફભાઇ કુરેશી, સદાન દાવદાણી, ઇમરાન (સુમો) જામીદબાપુ  કાદરી, યુસુફ ડોડીયા, અક્રમ સુમરા, ફારૂકભાઇ મુસાણી, આસીફ ચુગડા, રજાકભાઇ જુણેજા, અનવરભાઇ દલ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

સમગ્ર મુસ્લીમ સમાજના બિરાદરોને જુલુસના દિવસે ગૌસે આઝમ દસ્તગીરની શાનમાં અડઘો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા ઇદે ગૌસીયા કમિટીની યાદીમાં જણાવવામાં આવે છે.

ઉર્ષ મુબારક

વર્ષોથી સુફી સંત તરીકે ઓળખાતા હઝરત મોટા પીર સાહેબની અગીયારમી શરીફ નિમિતે ડિલકસ સિનેમા પાસે આવેલા મોટા પીર સાહેબના છેલ્લે શુક્રવારના રોજ વહેલી સવારે ૪-૦૦ કલાકે સંદલ ઝાકીરબાપુ કાદરી, વાહીદબાપુ કાદરી તેમજ સૈયદોના હસ્તે ચડાવવામાં આવશે. ત્યારબાદ સલાતો સલામ પઢાવવામાં આવશે. ત્યારબાદ સાંજે ૭-૩૦ કલાકે આમ નિયાઝ હિન્દુ-મુસ્લિમ ભાઇ-બહેનોને ખપે તેવુ મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. રાત્રે ૧૦-૩૦ કલાકે મિલાદ શરીફ અને નાત શરીફનો પ્રોગ્રામ મોટા પીર સાહેબ કમીટી હસ્તે પઢવામાં આવશે.

આ ઉર્ષ પ્રસંગમાં સર્વે હિન્દુ-મુસ્લિમ ભાઇઓ તથા બહેનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા ટ્રસ્ટી મંડળ તરફથી ઇકબાલ ભાણુ અને વાહીદબાપુ કાદરીનું નિમંત્રણ છે.

રામનાથપરામાં કાલથી ૩ દિવસ વાઅઝ

સુન્નિ મુસ્લિમ સંપ્રદાયના મોટાપીર તરીકે જાણીતા ગૌષે આઝમની પવિત્ર યાદમાં અગિયારમી શરીફ ઉજવવામાં આવે છે. જે ઇસ્લામ ધર્મના તમામ ઔલીયાઓના 'સરદાર' ગણાતા મોટાપીરની યાદનો ઉત્સવ દરેક સુન્નિ મુસ્લિમ અચૂક ઉજવે છે.

આ પ્રસંગે તા.ર૯-૩૦ અને ૩૧ ડિસે. શુક્ર, શનિ અને રવિવારના ત્રણ દિવસ દરરોજ રાત્રે ૧૦ વાગ્યે, ૧-રામનાથપરા, કરીમપુરા મસ્જીદ પાસે રાજકોટ ખાતે જશ્ને ગૌષુલપરા અને તહફ કુઝે બૈતુલ મુકદસ તરીકેનો જશ્ન ઉજવવામાં આવશે.

આ નુરાની મહેફીલમાં એશીયા ખંડના મુસ્લિમોના ધાર્મિક વડા હુઝુર મુફિત એ આઝમે હિન્દના ખલીફા મો.મુજીબઅલી (હૈદરાબાદ) ઉપસ્થિત રહી આગવી શૈલીમાં વાએઝ ફરમાવશે. આ ઉપરાંત હઝરત અખ્તર રઝા ખાં સાહેબ બરૈલ્વીના ખલીફા સૈયદ હાજી સીકંદર બાપુ અને ઉસ્માન ગની બાપુ રઝવી અને દરેક મસ્જીદના ઇમામ સાહેબો, સાદાતે કીરામ હાજરી આપશે તો આ નુરાની મહેફીલમાં મુસ્લિમ બીરાદરોએ હાજરી આપવા સૈયદ હાજી નીઝામુદીન બાપુ કાદરીએ અપીલ કરી છે.

મોટા પીર સાહેબનું કાલે ઝુલુસ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મના સૌથી મોટા પીર-પીરાને પીર દસ્તગીર ગૌષે આઝમ દસ્તગી ઝુલુસ કાલે શુક્રવારે સાંજે ૪ વાગ્યે સદર, ખાટકીવાડ બાપાલાલ રેબરના નિવાસથી નીકળશે.

જેમનો રૂટ કન્યા છાત્રાલય સામે મોટાપીર સાહેબના છીલ્લા મુબારકથી શરૂ થઇ, ભીલવાસ ચોક-હઝરત જમાલશાહ કમાલશાહબાજુની દરગાહ-ગવલીવાડ-મોટી ટાંકી ચોક-સદર નાલા- સદર  પોલીસ ચોકી- સદર બજાર મેઇન રોડ- ફુલછાબ ચોક- જીલ્લા પંચાયત ચોક- ડો.યાજ્ઞિક રોડ થઇ મોટા પીર સાહેબના છિલ્લા મુબારક કન્યા છાત્રાલય સામે બાપાલાલ બા રેવરના નિવાસ સ્થાને પહોંચી સંપન્ન થશે.

સાંજે ૭-૦૦ વાગ્યે મહેંદી રોશન થશે. ત્યારબાદ સલાતો સલામ પઢવામાં આવશે આ જુલુસની આગેવાની હબીબભાઇ ગનીબાપુ કટારીયા, મહેબુબભાઇ અબ્બાભાઇ બેલીમ, સંભાળશે. જુલુસની સાથે આગેવાનો હાજી કરીમભાઇ, શેરૂભાઇ, હાજી હુસૈનભાઇ માંડરીયા, ઇકબાલભાઇ જુનાગઢી, મહમદભાઇ શમા, રસીદખાન પઠાણ, રસીદભાઇ મલેક, ઇસ્માઇલભાઇ શરૂભાઇ, હસુભાઇ બેલીમ, બસીર કમાલખાન, મહેબુબભાઇ રસીદભાઇ, ઇબ્રાહીમભાઇ અમદાવાદી, સલીમભાઇ દલવાણી, ઇનુસભાઇ કટારીયા, વગેરે  રહેશે.

(3:59 pm IST)