Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

BSNLરાજભાષા સંમેલનઃ દિપક પંડ્યાનું સન્માન

રાજકોટ : ભારત સંચાર નિગમ લીમીટેડના ગુજરાત સર્કલ લેવલના રાજભાષા સંમેલનનું રાજકોટના કે.આર. એકસચેંજ ખાતે સી.જી.એમ.ની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન થયું હતું.

બી.એસ.એન.એલ.(બીએસએનએલ)ની ગુજરાતની વિવિધ શહેરોની રાજભાષા અધિકારીઓ માટે સર્કલ લેવલનું વાર્ષિક રાજભાષા સંમેલન યોજવાનું બીજી વખત રાજકોટને ફાળે આવતા તેને સફળતા પુર્વક બનાવવામાં આવ્યું હતું.

આ તકે કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાતના સી.જી.એમ. ડો.પી.કે. હોતાએ કર્યુ હતું. મુખ્ય રાજભાષા અધિકારી અનીલ કોઠારી, રાજકોટના પી.જી.એમે. એ.કે. ઉપાધ્ધાય તથા સૌ.યુનીનાં હિન્દી વિભાગના પુર્વ અધ્યક્ષ એસ.પી.શર્માએ હિન્દીના વિકાસમાં બીએસએનએલની ભુમીકાની ગાથા વર્ણવી હતી.

રાજકોટ એસ.એસ.એના હિન્દી અધિકારી દિપકભાઈ આર.પંડયાના આગવા આયોજનમાં કે.ટી.મહેતા, શ્રી ગજેરા, વી.વી.પરમાર, શ્રી પાનસુરીયા, ઉપસ્થિત રહયા હતા. સી.જી.એમ. હોતાએ રાજભાષા અધિકારી દિપક પંડ્યાની હિન્દીની વિશેષ સેવા બિરદાવી સન્માન કર્યાનું એક યાદિમાં જણાવ્યું હતું.

(3:57 pm IST)