Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ઇવનિંગ પોસ્ટમાં સિનિયર સિટીઝનો માટે લાયબ્રેરી

 જિલ્લા કલેકટર કચેરી દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત ઇવનિંગ પોસ્ટમાં સિનિયર સિટીજનો માટે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે.ચૌધરી હાઇસ્કુલ પાસે આવેલા આ પાર્કમાં  બનાવાયેલી લાઇબ્રેરીને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની ઉપસ્થિતિમાં દાતા પરિવારના કિનાબેન અરવિંદભાઇ પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવ હતી. આ લાઇબ્રેરી માટે ફિલ્ડમાર્શલ ગ્રુપના સવિતાબેન છગનભાઇ પટેલ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ લાઇબ્રેરીમાં નવલિકા, કાવ્ય સંગ્રહ, ધાર્મિક પુસ્તકો વગેરે મોટી સંખ્યામાં મુકવામાં આવ્યા છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં વજુભાઇ વાળા ઉપરાંત અરવિંદભાઇ પટેલ, રામભાઇ મોકારિયા, મૌલેશભાઇ ઉકાણી, ખોડીદાસભાઇ પટેલ, યોગેશભાઇ પુજારા, ભાવેશભાઇ તળાવિયા, નંદલાલભાઇ માંડવીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ લાઇબ્રેરી માટે અરવિંદભાઇ પટેલ અને પુજારા ટેલિકોમના યોગેશભાઇ પુજારા વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ, રાજેન્દ્રસિંહ જાડેજા, જસુમતીબેન વસાણી, મધુરીકાબેન જાડેજા, ભાવનાબેન મહેતા, અરવિંદભાઇ વોરા, વિનુભાઇ હિંડોચા, મનસુખભાઇ મકવાણા, નટુભાઇ રાઠોડ, જયદિપસિંહ ઝાલા સહિતના કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)