Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રામરણુજા સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ બુટલેગર મોહિત ૨.૩૦ લાખના દારૂ સાથે પકડાયો

૩૧મી ડિસેમ્બરમાં કમાણી કરી લેવા મેદાને આવેલા બુટલેગરો સામે પોલીસ આકરી બની : કોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલ સોનારા અને હરદેવસિંહ રાણાની બાતમી પરથી દરોડોઃ રમની ૫૭૬ બોટલો કબ્જે

રાજકોટ તા. ૨૮:  થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા અનેક લોકો છાંટાપાણીનો ઉપયોગ કરતાં હોય છે. આવા દિવસોમાં બુટલેગરો ધૂમ કમાણી કરી લેવા મેદાને આવી જતાં હોય છે. શહેરમાં ગેરકાયદે દારૂના ધંધાર્થીઓ પર પોલીસે પણ ખાસ વોચ રાખી છે. દરમિયાન કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે આવેલી રામરણુજા સોસાયટી-૧૫માં રહેતાં અને અગાઉ પણ ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાઇ ચુકેલા મોહિત બટુકભાઇ બારૈયા (ઉ.૨૬) નામના શખ્સના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યાની બાતમી ક્રાઇમ બ્રાંચના ઘનશ્યામસિંહ ચોૈહાણ, અનિલભાઇ સોનારા અને હરદેવસિંહ રાણાને મળતાં દરોડો પાડી રૂ. ૨,૩૦,૪૦૦નો ૫૭૬ બોટલ દારૂ કબ્જે કરી મોહિતની ધરપકડ કરી છે.

પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. એસ. સોનારા, હેડકોન્સ. મોહનભાઇ મહેશ્વરી, સમીરભાઇ શેખ, કોન્સ. ઘનુભા ચોૈહાણ, અનિલભાઇ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષભાઇ ડામોર સહિતનો સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. તસ્વીરમાં પી.આઇ. એચ.એમ. ગઢવી, પી.એસ.આઇ. એ. એસ. સોનારા અને ટીમ તથા કબ્જે થયેલો દારૂ તથા વચ્ચ ઇન્સેટમાં પકડાયેલો શખ્સ મોહિત બારૈયા જોઇ શકાય છે.

(3:55 pm IST)