Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

માધાપર ચોકડી પાસેના અકસ્માત મૃત્યુ કેસમાં ટ્રક ડ્રાઇવરને બે વર્ષની સજાનો હુકમ

રાજકોટ તા. ર૮: અત્રે માધાપર ચોકડી પાસે બાઇક ચાલકને હડફેટે લઇને મૃત્યુ નિપજાવવા અંગે પકડાયેલ દ્વારકા જીલ્લાના ભાદરકા ગામે રહેતા ભીખુભા બાલુભા સુમાકીયા સામેનો કેસ ચાલી જતાં જયુ. મેજી. શ્રી બી. આર. રાજપુતે આરોપી ટ્રક ડ્રાઇવર ભીખુભાને બે વર્ષની સજા ફટકારી હતી.

આ અંગેની વિત એવી છે કે, તા. ૧પ-૪-૧પનાં રોજ આ કામના ફરીયાદી અંગદ નારાયણ યાદવને તેનો ફઇનો દિકરો જોગેન્દર બાઇક ઉપર લઇને જતો હતો ત્યારે આરોપી ટ્રક ડ્રાઇવર ભીખુભા બાલુભા સુમાડીયા એ બેદરકારી પુર્વક ટ્રક ચલાવીને હડફેટે લેતા બાઇક ચાલક જોગેન્દરનું મૃત્યુ નિપજેલ હતું.

આ બનાવ અંગે પોલીસે અંગદ યાદવની ફરિયાદ ઉપરથી ગુનો નોંધીને આરોપી ભીખુભા સુમાકીયાની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

આ કામે સરકારપક્ષે એ.પી.પી. અનુસ પટેલે રજુઆત કરેલ કે, આરોપી સામે બેદરકારીપુર્વક વાહન ચલાવી અકસ્માત કર્યાનો ગુનો પુરવાર થતો હોય આરોપીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત ધ્યાને લઇને જયુ. મેજી. શ્રી બી. આર. રાજપુતે આરોપીને આઇ.પી.સી. ર૭૯ હેઠળ છ માસ એક હજારનો દંડ, ૩૩૮ હેઠળ છ માસ પ૦૦નો દંડ તેમજ કલમ ૩૦૪-અ હેઠળ બે વર્ષની સજા અને મોટર વ્હીકલ એકટ હેઠળ રૂ. ર૦૦નો દંડ ફટકાર્યો હતો. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી અતુલ પટેલ રોકાયા હતાં.

(3:55 pm IST)