Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

જુ. કલાર્કની ભરતી મામલે કોર્પોરેશનને હાઈકોર્ટની નોટીસ

તંત્ર ૧૦મીએ જવાબ પાઠવશેઃ ૭૫ જગ્યા સામે ૭૦ હજાર અરજીઓ આવી છેઃ ૧૬ કર્મચારીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

રાજકોટ, તા. ૨૮ :. કોર્પોરેશનમાં જુનીયર કલાર્કની ૭૫ ખાલી જગ્યા ભરવા અરજીઓ મંગાવવામાં આવી હતી. આ મામલે ૧૬ કર્મચારીઓએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા હાઈકોર્ટે કોર્પોરેશનને નોટીસ પાઠવી તા. ૧૦ના ખુલાસો પાઠવવા જણાવાયુ છે.આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુનીયર કલાર્કની ૭૫ ખાલી જગ્યા ભરવા મે માસમાં અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ૭૫ જગ્યા સામે ૭૦ હજાર અરજીઓ આવી હતી.

તંત્રના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશનના ૧૬ કર્મચારીઓએ જુ. કલાર્કની જગ્યા પ્રમોશન સાથે ભરવા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે.

આ મામલે હાઈકોર્ટે કોર્પોરેશનને નોટીસ પાઠવી ૧૦ જાન્યુઆરીના આ અંગે ખુલાસો આપવા જણાવાયુ હોવાનું તંત્રના સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતું.(૨-૧૯)

(3:53 pm IST)