Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

'સ્વચ્છતા એપ' શોભાનો ગાંઠિયો : તંત્રના ચોપડે ગંદકીની ૧૭૦પ ફરિયાદો

'સ્વચ્છતા એપ'માં અગ્રતા ક્રમ મેળવવાને બદલે હકકીતમાં સફાઇ થાય તે જરૂરી : વિપક્ષી નેતા વશરામભાઇનો વસવસો

રાજકોટ, તા. ર૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નાગરિકોને 'સ્વચ્છતા એપ' ડાઉનલોડ કરાવીને સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્રતાક્રમ મેળવવાની ફરીયાદ લગાવવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા આવી ફરીયાદ કરાવવાને બદલે હકીકતે શહેરમાં સફાઇ થાય તેના ઉપર ધયાન કેન્દ્રીત કરવું જઇએ કેમ કે તંત્રના ચોપડે આજની સ્થિતિ ૧૭૦પ ગંદકીની ફરીયાદ નોંધાઇ છે. તેમ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આ અંગે વશરામભાઇ સાગઠીયાની યાદી જણાવે છે કે હાલ સ્વચ્છતા એપ ડાઉન લોડ કરાવવામાં ગળાકાપ હરીફાઇ સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેર નેશનલ લેવલે ૪થા ક્રમે છે.

ત્યારે રાજકોટની વાસ્તવીક પરીસ્થિતિ જોઇએ તો હાલ રાજકોટ મ.ન.પા.ની કોલ સેન્ટરમાં તા. ૧-૧-ર૦૧૭ થી તા. ર૮-૧ર-ર૦૧૭ સુધીમાં ૧,૭૦પ ફરીયાદો મળેલ છે. જેમાંથી ૪૦ ફરીયાદો પેન્ડીંગ છે. અને ફરીયાદો ઉકેલવામાં તંત્રને રસ નથી તેવુ દેખાય છે. તંત્રને ફકત એપ ડાઉનલોડ કરાવવામાં જ રસ છે. અને નકકર કામગીરી કરવામાં તંત્ર ઠાગા ઠૈયા કરે છે. માત્ર એસી ચેમ્બરોમાં બેસી રાજકોટને સ્માર્ટ બનાવવાની વાતો કરવાને બદલે લોકોની ખરેખર જે સમસ્યા છે તે સોલ્વ થાય અને લોકોને સ્વચ્છતા, ગંદકીમાંથી મુકતી મળે અને ખરેખર કામ કરે તો રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ બનશે.

યાદીના અંતે વશરામભાઇએ જણાવ્યું છે કે રાજકોટના મેયર તેમજ મ્યુની કમીશ્નરને ખુલ્લી ચેલેન્જ કરૂ છું કે રાજકોટમાં જાહેરમાં શૌચક્રિયા કરતા મહીલા તેમજ પુરૂષો અને ગંદકીના ગંજ જામી ગયા છે તે રૂબરૂ બતાવુ માટે લીમ્કા બુકમાં કે ગીનીસ બુકમાં નામ આવે તેમહત્વનૂં નથીપરંતુ હકીકતે રાજકોટની પ્રજાના દીલમાં નામ લખે તેવી માંગણી છ.ે

સ્ટ્રીટ લાઇટ નાખવા માંગણી

વોર્ડ નં.૧૦ માં સાઇબાબા પાર્ક પાસેના વોકળા ઉપર બનેલ નાલીયાથી પ્રદ્યુમન ગ્રીનસીટી પાસેનો રોડ તથા સરકારી કર્મચારી સોસાયટી સુધી હાલ સ્ટ્રીટલાઇ નથી આ સ્થળે રાત્રે અંધકારના કારણે અવર-જવરમાં તકલીફ પડતી હોય સ્ટ્રીટલાઇટોની સગવડતા આપવા સ્થાનિકોની માગણી થઇ આવેલ છે તો આ અંગે તાત્કાલીક જરૂરી કાર્યવાહી વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરિયાએ માંગ ઉઠાવી છે. (૮.૧૩)

 

(3:53 pm IST)