Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગાર્ડી વિદ્યાપીઠમાં ક્રિકેટ ટુર્નામેન્ટઃ ૨૨ ટીમોએ ભાગ લીધો

 રાજકોટઃ તાજેતારમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી GTU ની ઝોન-૪ની આંતર કોલેજ ટુર્નામેન્ટ ગાર્ડી વિદ્યાપીઠના  આંગણે યોજાઇ હતી. જેમાં બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીની ટીમ શાનદાર દેખાવ સાથે વિજેતા બની હતી. આ વખતે ઝોન-૪ અંતગર્ત રાજકોટ, ભુજ, જુનાગઢ, અમરેલી, અને જામનગર જીલ્લામાંથી કુલ ૨૨ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ચેમ્પીયનશીપની આ સફળતા અને સારા પ્રદર્શન બદલ સમ્રગ ટીમ અને તેમના અધ્યાપકોને સંસ્થાના ચેરમેન શ્રી ડી.વી. મહેતા વાઇસ ચેરમેન શ્રી કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર શ્રી જય મહેતા અને એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપલ શ્રી વિરાંગ ઓઝા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(3:42 pm IST)