Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને માર્કેટીંગનું જ્ઞાન

 મુંજકા ખાતે આવેલી હરિવંદના કોલેજનાં મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે 'એથીકસ ઇન મોર્ડન માર્કેટીંગ' વિષય પર કણસાગરા કોલેજનાં પ્રાધ્યાપક ચેતનભાઇ પંડયાના એક્ષપર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વર્તમાન માર્કેટિંગનાં હકારાત્મક તેમજ નકારાત્મક પાસાઓનો ખ્યાલ અપાયો હતો. કોલેજનાં પ્રાધ્યાપક કેતનભાઇ માલવિયાએ સમગ્ર જવાબદારી સંભાળી હતી. બીજા દિવસે 'મેનર્સ એન્ડ એટીકયુટર્સ' વિષય પર અનસાઇન કોલેજના પ્રાધ્યાપક અને પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર યશપાલસિંહ ઝાલાના એક્ષપર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જીવનનું મહત્વ અને શિસ્ત બાબતે માર્ગદર્શન અપાયું હતું. કોલેજનાં પ્રાધ્યાપક ફાલ્ગુન કનેરીયાએ સમગ્ર જવાબદારી સંભાળી હતી. ત્રીજા દિવસે ''ચેનલાઇઝ યોર પોટેન્શીયલ'' વિષય પર એમ. એચ. ગાર્ડી કોલેજના પ્રો. સમીરભાઇ ધોળકીયાના લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે કોલેજનાં પ્રાધ્યાપક યાસીનભાઇ વીકયાણીએ સમગ્ર જવાબદારી સંભાળી હતી. ત્રણે દિવસની સફળતાં પૂર્વક કામગીરી માટે કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. સર્વેશ્વર ચૌહાણ અને મેનેજમેન્ટ વિભાગના વડા વિશાલભાઇ વસાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીગણે જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)