Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગોંડલ રોડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મેટલીંગ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરમાં જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા શાસક પક્ષ દ્વારા વોર્ડ નં.૧૩નાં પોષ વિસ્તાર ગણાતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મેટલીંગ કામનું ખાતમુહૂર્ત શૈલેષ ફોર્જિંગના એમ.ડી. જયેશભાઈ સોરઠીયા, શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, જવેરભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ. આ તકે એસ્ટેટ કમીટીના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, શહેર ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, ભાજપ અગ્રણીઓ ધીરુભાઈ તરાવીયા, શૈલેષભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, પ્રવિણભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ટોયટા, શવજીભાઈ ખુમાણ, વિશાલભાઈ પરમાર, સંદિપભાઈ અંબાસણા, હરેશભાઈ ઠાકર, કીન્જલભાઈ ફળદુ, વિવેક મશીન ટુલ્સ, દીપકભાઈ ફળદુ, દિનેશભાઈ ખુંટ, ચમનભાઈ ધ્રાંગા, ધર્મેશભાઈ સુથાર, મનુભાઈ મકવાણા, દીપકભાઈ ખુંટ, ધમભા દરબાર તેમજ વોર્ડ નં.૧૩નાં તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:41 pm IST)