Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ત્રણ મહિનામાં ૧થી ૫ લાખ વસુલોઃ ૧૭ અધિકારીઓને અંગત જવાબદારી

વોર્ડ વાઇઝ લક્ષ્યાંકઃ ૨૫૦ કરોડનાં ટાર્ગેટ સામે ૧૬૨ કરોડની આવક થઇઃ તંત્રને દોડાવતા બંછાનિધિ પાની

રાજકોટ,તા.૨૮: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકિય વર્ષની વેરા આવકનો લક્ષ્યાંક પુર્ણ કરવા ૧૭ અધિકારીઓને વોર્ડ વાઇઝ જવાબદારી આપવામાં આવી છે. એક લાખ થી પાંચ લાખ સુધીનાં બાકીદારોને રૂબરૂ મળી સંપર્ક કરી વસુલવાની કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ હુકમ કર્યો છે. અને ૨૦૧૮ ૩૧ માર્ચ સુધીમાં આ પ્રકારે કડક ઉઘરાણીથી રૂ.૭૫ કરોડ એકત્રીત કરવા નિર્ણય લેવાયાનું જાણવા મળ્યુ છે.

આ અંગે સતાવાર માહિતી મુજબ કોર્પોરશેનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૨૦૧૮નો રૂ.૨૫૦ કરોડનાં લક્ષ્યંાક સામે રૂ.૧૬૨ કરોડ ની આવક થવા પામી છે. ૨૫૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા મ્યુુનિ. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ૧૭ અધિકારીઓને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે.આ અધિકારીઓએ ૧ લાખ થી ૫ લાખ સુધીનાં બાકીદારોનો રૂબરૂ સંપર્ક કરી સઘન વસુલાત કાર્યવાહી કરવાની રહેશે. જયારે ૭૫ હજાર થી ૧ લાખ સુધીનાં બાકીદારોને વોર્ડ ઓફીસર તથા ૫ લાખ થી વધુ બાકીદારોનો આસી.કમિશ્નર વસુલાત ની કાર્યવાહી કરવાની પત્રમાં જણાવ્યુ છે. અત્રે નોંધનીય છે કે, હવે બાકીદારો સામે નળ કપાત-મિલ્કતોને સીલ અને હરરાજી કરવા સહિતની કડક  વેરા વસુલાત ઝુંબેશ આગામી બે દિવસમાં જ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.  ૨૫ હજાર થી ૫ લાખ સુધીનાં ૩૦૦ બાકીદારોનું ઝોન વાઇઝ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે.

(3:39 pm IST)