Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

બેકરીઓમાં ચેકીંગ

વિવિધ ફલેવરની કેક-પેસ્ટ્રીના ૯ નમુના લેવાયા

ભારત-સિલ્વર-ઇન્ડિયા-કૌશર-લેયર બેક શોપ-કભી બી મોન્જીનીશ-એ.ટી.એમ-આસ્થા સહીતની બેકરીઓમાં આરોગ્યની ટૂકડીઓ ત્રાટકી

રાજકોટ તા. ર૮ :.. મ્યુ. કોર્પોરેશનનાં  આરોગ્ય વિભાગે બેકરીઓમાં ચેકીંગનો દોર ચાલુ રાખી આજે વધુ ૯ બેકરીઓમાંથી વિવિધ ફલેવરની કેકનાં નમુનાઓ લઇ રાજય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતાં.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ આજે સવારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી બેકરીઓમાં ફુડ ઇન્સ્પેકટરોની ટૂકડીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. અને કુલ  ૯  બેકરીઓમાંથી ૯ કેકનાં નમૂનાઓ લઇ સરકારની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતાં.

જેમાં (૧) યુનિવર્સિટી રોડ પર લેપર ધ બેક શોપમાંથી બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી (ર) રૈયા રોડ પર કૌશર બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક (૩) આસ્થા બેકરીમાંથી  પાઇનેપલ કેક (૪) ભારત બેકરીમાંથી ચોકલેટ કેક (પ)  મવડી રોડ પર સીલ્વર બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ (૬) અમીન માર્ગની કભી બી બેક સ્ટુડીયોમાંથી કસાટા (લુઝ) (૭) ઇન્ડીયા  બેકરી (ત્રીકોણબાગ) માંથી ઓરેન્જ વેનીલા કેક (૮) કોટેચા ચોક મોન્જીનીસ, કોટેચા ચોક ખાતેથી સ્વીસ ચોકલેટ (લુઝ) (૯) કોટેચા ચોક ખાતે આવેલ એ. ટી. એમ. કેક શોપમાંથી વ્હાઇટ ફોરેસ્ટ કેક (લુઝ) વગેરે સ્થળેથી વિવિધ ફલેવરથી કેક પેસ્ટ્રીઓનાં નમૂનાઓ લેવાયા હતાં. (૧-૧૫)

(3:39 pm IST)