Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

'મનોરંજન'નો મહાથાળ પીરસાશે ટચવુડ એન્ટરટેઇન્મેન્ટને સંગઃ ૨૦૧૭ની વિદાયમાં ગીત-સંગીતના રેલાશે સુમધૂર સૂર

પારિવારીક માહોલ-સુરક્ષા સાથે નિરાલી રિસોર્ટમાં રવિવારે રાત્રે જામશે જમાવટઃ કપલ-સીંગલ ફિમેલને જ એન્ટ્રી :આવનારનો ઉત્સાહ વધારશે સુમધૂર સંગીતના વિવિધ રાઉન્ડઃ બાળકો પણ 'ઉમંગ'ના દરિયામાં ડુબકી લગાવવા આવી શકશેઃ મેટ્રો સિટી જેવી અનોખી થીમ આકર્ષણરૂપ બનશે :આયોજકમાં સૌમિલ પટેલ (પટેલ આઇસ્ક્રીમ-બિગ બાઇટ): આર.જે.આભા કરશે સંચાલન, આર.જે.કરશનકાકા (રેડ એફએમ)-ડી.જે.નિખીલ (કલકતા) દર્શાવશે કલા-કૌશલ્ય

'અકિલા'કાર્યાલય ખાતે થર્ટી ફસ્ટના કાર્યક્રમ વિશે પ્રકાશ પાડતા આર.જે.કરશન કાકા, આર.જે આભા અને સૌમિલ પટેલ તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ,તા.૨૮: શહેર સહિત દેશ-દુનિયાભરમાં ૨૦૧૭ને વિદાય આપી ૨૦૧૮ને હર્ષભેર વધાવવા માટે તડામાર તૈયારીઓ અત્યારથી ચાલુ થવા માંડી છે...એવી જ રીતે રાજકોટમાં પણ વિવિધ સ્થળોએ યોજાનાર કાર્યક્રમો શહેરીજનોને  ઉત્સાહરૂપ ખુશીઓ આપશે ત્યારે જેમ મોટા-મોટા  શહેરોમાં થાય છે, બસ એવી જ થીમ ઉપર થર્ટી ફસ્ટની ઉજવણી કરવવા સજજ છે ટચવુડ એન્ટરટેઇન્મેન્ટ.જેના સંગે જોડાનાર સૌને મનોરંજનનો મહાથાળ પીરસાશે.

આ અંગે આજે 'અકિલા 'કાર્યાલય ખાતે વિગતો વર્ણવતા આયોજક સૌમિલ પટેલ, આર.જે. કરશન કાકા અને આર.જે.આભાએ સંયુકતમાં જણાવ્યુ હતુ કે, જેમ મોટા-મોટા શહેરોમાં થર્ટી ફસ્ટની ઉજવણી થાય છે એવી જ રીતે રાજકોટમાં પણ કંઇક અલગ જ થીમ ઉપર પાર્ટી નિરાલી રિસોર્ટ, વીવીપી સામે, કાલાવડ રોડ ખાતે થવા ની છે...જેમાં મેઝીક લેન્ડ એન્ડ માસ્ક થીમ ઉપર ફિલ્મોના વિવિધ ગીતો, સુમધૂર સંગીતના જલ્સા સાથે સૌને જમાવટ કરાવશે.

ઉજવણી સંપૂર્ણપણે પારિવારિક માહોલમાં યોજાનાર હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ૩૧મીએ સાંજે ૭ વાગ્યાથી શરૂ થઇ જનાર કાર્યક્રમમાં કોઇ લોકોને કંટાળો ન આવે અને મનોરંજન સતત મળતુ રહે તે માટે કપલ ગેમ, ફોકસ રાઉન્ડ જેવા અવનવા કાર્યક્રમો સાથે સાથે આર.જે. કરશન કાકા (રેડ એફએમ-રાજકોટ), ડી.જે.નિખીલ(કલકતા)નું કલા-કૌશલ્ય ઉપસ્થિત સૌની વાહ...વાહ...કરાવી દેશે.એવી જ રીતે આર.જે.આભા પણ સુમધૂર અવાજ  સંગ ઉત્સાહને ટકાવી રાખશે.

નવાઇની વાત એ છે કે, કપલ સાથે સાથે ફિમેલ સીંગલને જ એન્ટ્રી અપાશે...તો બાળકો પણ ઉમંગના દરિયામાં ડુબકી લગાવવા આવી શકે છે.પાસ સાથે અનલિમીટેડ ફુડની વ્યવસ્થા રહેશે.

વધુમાં જણાવ્યાનુસાર આર.જે.આભાએ રાજકોટ ખાતે રેડ એફએમમાં પાંચ વર્ષ સુધી રેડિયો જોકી તરીકે મનોરંજન પીરસ્યુ હતુ.જયારે હજે અમદાવાદમાં રેડિયો સીટીમાં ફરજ કાર્યરત છે...તો કરશન કાકા (તેજસ પરમાર) પણ રેડ એફએમ સાથે સંકળાયેલા છે.

જોકે, સૌમિલ પટેલ પણ ફિલ્મ ડિરેકશન સાથે સંકળાયેલા છે.તેમના દ્વારા નિર્માણ પામેલ શોર્ટ ફિલ્મ 'કલીન ઇન્ડીયા'નું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પસંદગી પામ્યુ હતુ... દર્શકો you-a step towards clean india ઉપર નિહાળી શકે છે.

દરમિયાન આયોજકોનું કહેવુ છે કે, થર્ટી ફસ્ટની પાર્ટીમાં જોડાનાર સૌને પુરતા પ્રમાણમાં મનોરંજન તો મળવાનું છે, પણ આવનારા માત્ર એક વખત નહિ...અવાર-નવાર આગમન કરતા રહે તેવા ઉમદા ઉદ્ેશ્ય સાથે સૌથી વિશેષ કાર્યક્રમ રહેશે.તો સંખ્યા પણ મર્યાદિત રખાશે.ે આશા છે.પાસ મેળવવા માટે પટેલ આઇસ્ક્રીમ,રેસકોર્ષ રીંગ રોડ ખાતે રૂબરૂ મળવુ અથવા તો મો.૬૩૫૧૧ ૫૦૪૫૧ ઉપર સંપર્ક સાધી શકાશે.

અત્રે નોંધનીય છે કે, ટી પોસ્ટ, પટેલ આઇસ્ક્રીમ, બિગ બાઇટ અને ગ્લોબલ પબ્લીસીટીના સહયોગથી યોજાનાર કાર્યક્રમમાં ઇલેકટ્રો ડાન્સ મ્યુઝીક, બોલીવુડ મ્યુઝીક, હિપહોપ પણ આકર્ષણરૂપ બની રહેવાની આયોજકોને આશા છે.પાસ મેળવવા માટે પટેલ આઇસ્ક્રીમ,રેસકોર્ષ રીંગ રોડ ખાતે રૂબરૂ મળવુ અથવા તો મો.૬૩૫૧૧ ૫૦૪૫૧ ઉપર સંપર્ક સાધી શકાશે.(૧.૧૩)

(3:38 pm IST)