Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પ્રાપ્ તની પ્રાપ્તિ કર્મ દ્વારા થાય : પૂ. વિદિતાત્માનંદજી

રાષ્ટ્રીય શાળામાં વેદાંત વિચાર વર્તુળ યોજીત જ્ઞાનયજ્ઞમાં શ્રોતાઓને સંબોધન

રાજકોટ, તા. ર૮ :  ઉપદેશસાર એટલે બધા ઉપદેશનો સાર. પ્રસ્થાનત્રયી એ વેદાંતના ત્રણ સંદર્ભ છે જેના પર બધા શાસ્ત્રો રચાયેલા છે. તેમ રાષ્ટ્રીય શાળામાં યોજાયેલ જ્ઞાનયજ્ઞમાં પ્રવચન આપતા પૂ. સ્વમી વિદિતાત્માનંદજીએ જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે પૂ. રમણ મહર્ષિને ૧૬ વર્ષે એકદમ પુન્યના ઉદય થવાથી તેમને થયું કે દેહનું મૃત્યુ થયું છે પણ હું ચેતન તો છું. પૂ. મહર્ષિને આત્મા અનાત્મિક ભાવ જન્મ્યો. હું કોણ છું તે તેમના જ્ઞાનનો મુખ્ય વિષય હતો. તેના પર મંથન કર્યુ ત્યાં જ મન સ્થિર કરી મહાન તપ કરી, આત્મા પ્રાગટયનું સ્થાન પ્રાપ્ત કર્યુ. તેઓશ્રી ૧૧ વર્ષ મૌન રહ્યાને પ૪ વર્ષ સુધી અરૂણાચલ પર્વત પર રહી સાધના કરી હતી. આવા મહાન તપસ્વી દ્વારા રચાયેલા ઉપદેશ સારમ ગ્રંથની રચના કરવામાં આવી છે. જેમાં માત્ર ૩૦ શ્લોકોમાં જ બધા પ્રકારના ઉપદેશના સાર કહેવામાં આવેલ છે.  સામાન્ય માણસને સુખી થવું તે દરેક કામના પુરી કરવા જીવત પર્યત પ્રવતી કરે છે જયારે મળતુ આશ્વાસન હોઇ કયારેય તૃપ્ત થવાતુ નથી. તેથી દોડયા કરે છે. જેથી જીવનમૃત્યુના ચક્કરમાં કયારેય મુકત થતો નથી. પોતાને લગતી ઉણપ દુર કરવા કર્મ કરે છે તેજ કર્મ બંધન કયા છે તે સમજાતુ નથી વિજય મેળવતા, ભોગવવા માટે બહુ જ મોટી કિંમત ચુકવવી પડે તેની નોંધ જ લેવાતી નથી.

સુખ તો તારી સ્વભાવ છે તે પ્રાપ્ત કરવાનું જ નથી. માત્ર જે છે તેને મેળવવાનું છે. જે અપ્રાપ્યહોય તેને મેળવવા કર્મ કરવું પડે. પણ આ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ છે. જે માત્ર સમજવાનું જણાવાનું હોય છે.

આમ જીવન ખરેખર પ્રાપ્તની પ્રાપ્તિની પ્રક્રિયા છે. તે માટે જીવન મળેલ છે. આ પ્રાપ્તની પ્રાપ્તિ કર્મ દ્વારા થાય જે સદા અશાશ્વત જ હોય. જયારે પ્રાપ્તિ પ્રાપ્તિનું સાધન જ્ઞાન છે જે જ્ઞાન ઉપદેશસારમ આપવામાં આવેલ છે.  આમ, ઉપદેશ સારમની પૂર્વ ભૂમિકા જીવનનું સાચુ ધ્યેય માટેની સરળ ભાષામાં સચોટ છણાવટ કરી સ્પષ્ટ સમજ આપવામાં આવી તે ખરેખર ગ્રંથનું અધ્યયન આવતી કાલથી શરૂ કરીશું જણાવી પ્રવચનનો વિરામ આપ્યો હતો.

રાષ્ટ્રીય શાળામાં વેદાંત વિચાર વર્તુળ (મો.૯૪ર૮૪ ૬ર૬ર૯) દ્વારા આયોજીત જ્ઞાનયજ્ઞનો રસ ધરાવતા સર્વેએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:38 pm IST)