Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રકે-બાઇકને ઠોકર મારતા સુરેશ મેરને ઇજા

રાજકોટઃ નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતો સુરેશ ધીરૂભાઇ મેર (ઉ.વ.૧૮) સવારે પોતાનું બાઇક લઇને નવાગામથી માર્કેટયાર્ડ તરફ કામ જતો હતો. ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ ઉપર કોઇ અજાણ્યા ટ્રકના ચાલકે તેને પાછળથી ઠોકર મારતા સુરેશ મેરને માથામાં ઇજા થઇ હતી જાણ થતા ૧૦૮ના ઇએમટી નીલેષભાઇ ગોહીલ અને પાઇલોટ મનીષભાઇ ગોંડલીયાએ સ્થળ પર પહોંચી સુરેશ મેરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ આદરી છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:33 pm IST)