Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

તા.૩૦-૩૧ ફનવર્લ્ડમાં ઓપન ગુજરાત ડાન્સ ફેસ્ટીવલઃ શાન્તાકલોઝ મોજ કરાવશે

રાજકોટ,તા.૨૮: ફનવર્લ્ડ ચિલ્ડ્રન કલબ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ ફેસ્ટિવલનું તા.૩૦ થી ૩૧ સુધી સાંજે ૬ વાગ્યાથી આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૩૦મીના પસંદગી રાઉન્ડ રાખેલ છે. આ રાઉન્ડમાંથી પસંદગી પામેલ સભ્યો ૩૧મીના ફાઈનલ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. બાળકોના પ્યારા એવા શાન્તાકલોઝ બાળકોનું અભિવાદન કરી દરેકને ચોકલેટ આપશે. કાર્યક્રમના અંતે દરેક બાળકો સ્ટેજ ઉપર મધુર સંગીત સાથે ૨૦૧૭ની વિદાય અને ૨૦૧૮ના સ્વાગત માટે આતશબાજી સાથે ડાન્સ ગીત રજૂ કરશે.

૫ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો જ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છતા સભ્યો પોતાનું ફોર્મ ફનવર્લ્ડ ઓફિસથી મેળવી આજે સાંજ સુધીમાં આપી દેવા યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)