Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વિશિષ્ટ ટેલેન્ટ સ્પર્ધા

લાભુભાઇ ત્રિવેદીની ૨૫મી પુણ્યતિથિ નિમિતે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા - કોલેજોના આચાર્યશ્રીઓ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે 'મેરા ટેલેન્ટ મેરી પહેચાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જે અન્વયે 'વિશેષ ટેલેન્ટ સ્પર્ધા' યોજવામાં આવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ તથા ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ ટેલેન્ટ સ્પર્ધામાં રાજેશભાઇ વ્યાસ, નીમાબેન કામદાર તથા ડો. ભાવેશભાઇ જોષી વિગેરેએ તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી. પરીણામો જાહેર કરાતા પ્રાથમિક વિભાગમાં લાલબહાદુર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પ્રધાન પુનમ માધ્યમિક વિભાગમાં લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની પાટડીયા ભાર્ગવી, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના સોમૈયા ટવિંકલ તથા કોલેજ વિભાગમાં એમ.જે.કુંડલિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીની જાડેજા કોમલબા વિજેતા જાહેર થયા હતા. સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડો. નિલુબેન લાલચંદાણી, રાજુભાઇ વ્યાસ, મીનાબેન મકવાણા તથા સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું.

(12:31 pm IST)