Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

આસ્થા સોસાયટીમાં ડિસમીસ્ડ એસઆરપીમેન જયંતિ કોળીની ૧૫ બોટલ દારૂ સાથે ધરપકડ

રાજકોટ તા. ૨૮: એસઆરપી કેમ્પ પાછળ આસ્થા સોસાયટી બ્લોક નં. ૭૭માં રહેતાં જયંતિ ઘોઘાભાઇ જામુખીયા (કોળી) (ઉ.૩૬) નામના ડિસમીસ્ડ એસઆરપીમેનને તેના મકાનમાંથી રૂ. ૪૫૦૦ના ૧૫ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો.

યુનિવર્સિટીના પી.આઇ. જી. બી. બાંભણીયાની રાહબરીમાં પીએસઆઇ કે. એન. ડોડીયા, હેડકોન્સ. પરેશભાઇ, અજયસિંહ, હરેશભાઇ, અમીનભાઇ, ગિરીરાજસિંહ, રવિરાજસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં દરોડો પાડી દારૂ કબ્જેલેવાયો હતો.

દેશી દારૂ સાથે ૪ પકડાયા, એક ભાગી ગયો

યુનીવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એન. કુછડીયાએ રૈયાધારમાંથી રમેશ ભનુભાઇ સાડેમીયાને રૂ. ૪૦૦ના દેશી દારૂ સાથે પકડી લીધો હતો. જ્યારે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર પાસેથી બજરંગવાડીના બુરહાન જોહરભાઇ પટેલ (વ્હોરા)ને રૂ. ૬૦ના દેશી દારૂ સાથે કોન્સ. નરેશભાઇએ પકડ્યો હતો. કુબલીયાપરા ટ્રેકટર ચોકમાં દિનેશ નાથાભાઇ સોલંકી રૂ. ૮૦નો દારૂ ફેંકી ભાગી ગયોહ તો. નવાગામ દેવનગર ઢોળેથી શૈલેષ ઉર્ફ ચોથો જીવણભાઇ ઉધરેજાને રૂ. ૧૦૦ના અને ચના અમરાભાઇ ઝાપડીયાને રૂ. ૨૨૦ના દેશી દારૂ સાથે હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મનિષ ચાવડા, બુટાભાઇ ભરવાડ સહિતે પકડી લીધા હતાં.

(12:30 pm IST)