Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

લાપાસરી રોડ પર જૂગાર રમતાં ચાર પકડાયાઃ ૧૦ હજાર કબ્જે

રાજકોટ તા. ૨૮: કોઠારીયા રોડ રણુજા મંદિરથી આગળ લાપાસરી રોડ પર હિતેષભાઇ હાપલીયાની વાડીની બાજુના પટમાં જાહેરમાં જૂગાર રમવા બેઠેલા ચાર શખ્સોને પોલીસે પકડી લીધા હતાં.

આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહિલપાલસિંહ, જયદિપસિંહ, શૈલેષભાઇ, કનકસિંહ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન દરોડો પાડી વિજય પ્લોટ લોધેશ્વર સોસાયટીમાં રહેતાં અજય છોટાલાલ ઝરીયા (ઉ.૨૬), ધર્મેશ કરમશીભાઇ ઝરીયા (ઉ.૨૧), ભાવેશ મુકેશભાઇ ઝરીયા (ઉ.૨૭) તથા ધવલ વિનોદભાઇ ઝરીયા (ઉ.૨૧)ને પકડી લઇ રૂ. ૧૦૨૦૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં. આ બધા કારખાનામાં મજૂરી કરે છે.

(12:30 pm IST)