Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

કોઠારીયા ચોકડી-આજીડેમ ચોકડી વચ્ચે મસમોટા ભુંગળા સાથેનો ટ્રક સવારના પ્હોરમાં ઉંધો વળ્યોઃ જાનહાની અટકી

રાજકોટઃ કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જવાના રસ્તા પર સવારના પ્હોરમાં લોખંડના મસમોટા ભુંગળા સાથેનો ટ્રક ઉંધો વળ જતાં થોડો સમય ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં તાકીદે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જીજે૧૨એયુ-૫૦૦૩ નંબરનો ટ્રક ચાલકે કોઇપણ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ઉંધો વળી ગયો હતો. જો કે સદ્દનસિબે ચાલક કે અન્ય કોઇને ઇજા થઇ નહોતી. તોતીંગ ટ્રકને ઉભો કરવા ક્રેઇનની મદદ લેવાઇ હતી. આ અકસ્માતને કારણે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો.

(11:48 am IST)