Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

મોરબી રોડ મારવાડી કોલેજ પાસે રિક્ષા પલ્ટી જતાં ગવરીદળની ૪ મહિલાને ઇજા

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે સાંજે રિક્ષા પલ્ટી ખાઇ જતાંગવરીદળની ચાર મહિલાને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ ગવરીદળ રહેતાં દેવીબેન બાબુભાઇ બાંભવા (ઉ.૪૦), પ્રભાબેન મુકેશભાઇ પરમાર (ઉ.૩૮), શાંતુબેન સોમાભાઇ મુછડીયા (ઉ.૫૦) તથા હુરબાઇબેન નુરાભાઇ દલવાણી (ઉ.૫૦) સાંજે રિક્ષામાં બેસીને જતાં હતાં ત્યારે બેડી ગામ નજીક મારવાડી કોલેજ પાસે રિક્ષા પલ્ટી ખાઇ જતાં ચારેયને ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. રાજકોટથી ભાડાની રિક્ષામાં બેસી બધા ગવરીદળ જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.

(9:56 am IST)