Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

બહુમાળી ભવન પાછળ કવાર્ટરમાં સરકારી કર્મચારીએ શરૂ કર્યુ જૂગારધામઃ ૭ પકડાયા

ક્રાઇમ બ્રાંચે વિજય રાવલ સહિતની ધરપકડ કરીઃ બીજા દરોડામાં મવડી રોડ પર વરલી રમતો મહેન્દ્ર ઉર્ફ મુન્નો ડોડીયા પકડાયો

રાજકોટ તા. ૧૯: ક્રાઇમ બ્રાંચે બહુમાળી ભવન પાછળ આવેલા એક કવાર્ટરમાં દરોડો પાડી કવાર્ટર માલિક સરકારી કર્મચારી તથા એક રેલ કર્મચારી સહિત ૭ જણાને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લીધા હતાં.

પોલીસે કવાર્ટર નં. ૪/૪૩માં દરોડો પાડી તેમાં રહેતાં વિજય માણેકલાલ રાવલ (ઉ.૫૨) તથા સલિમ રસુલભાઇ ચોૈહાણ (ઉ.૫૨-રહ. બજરંગવાડી રેલનગર-૩), મનિષ બિહારીભાઇ પરમાર (ઉ.૪૯-રહે. રૈયા રોડ, શ્રીજી પાર્ક બ્લોક નં. ૬/૧૦), દિલીપ કલ્યાણજીભાઇ સેજપાલ (ઉ.૫૬-રહે. ૬/૧૦ જંકશન પ્લોટ), દિલીપ મનજીભાઇ મકવાણા (ઉ.૪૫-રહે. રેલનગર શિવદ્રષ્ટી પાર્ક બ્લોક-૮), વિરલ વસંતરાય વ્યાસ  (ઉ.૨૮-રહે. કલ્પવન બ્લોક નં. ૭૦૬, ગોંડલ રોડ ચોકડી) અને નિલેષ રમેશભાઇ સાગર (ઉ.૩૭-રહે. કેવડાવાડી-૮)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૬૧૦૦ રોકડા કબ્જે લીધા હતાં.

પોલીસ કમિશ્નર અનુપમસિં ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, મોહનભાઇ મહેશ્વરી, કોન્સ. અનિલ સોનારા, રામ વાંક, હરદેવસિંહ રાણા, નિલેષ ડામોર સહિતનાએ સમીરભાઇ અને અનિલ તથા રામની બાતમી પરથી દરોડો પાડ્યો હતો. વિજય રાવલે નાલ કાઢી પોતાના ઘરમાં જૂગાર રમાડવાની વ્યવસ્થા કરી આપી હોવાનું અને તે સોૈરાષ્ટ્ર સંશોધન વિભાગમાં કલાર્ક હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. પકડાયેલાઓમાં એક રેલ્વે કર્મચારી હોવાનું પણ પોલીસે કહ્યું હતું.

બીજો દરોડો

 ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એચ. બી. ધાંધલીયા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. અમીન ભલુર, વિક્રમ લોખીલ, સામત ગઢવી તથા જીજ્ઞેશ મારૂ પેટ્રોલીંગમાં હતાં ત્યારે વિજયસિંહ અને પ્રદિપસિંહને મળેલી બાતમી પરથી મવડી પ્લોટ ઉદયનગર-૧ શેરી નં. ૧૩માં રહેતાં મહેન્દ્ર ઉર્ફ મુન્નો શ્રવણકુમાર ડોડીયા (ઉ.૪૭)ને ઇન્દ્રપ્રસ્થ હોલ પાસે ચાની લારી નજીકથી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતો પકડી લેવાયો હતો. તેની પાસેથી સ્લીપો, બોલપેન, રોકડા રૂ. ૪૨૩૦ કબ્જે લેવાયા હતાં. (૧૪.૭)

(12:29 pm IST)