Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રાજકોટ-કોટડાના ૧૦ પેટ્રોલ પંપ ઉપર ત્રાટકતા ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીઃ સવારથી દરોડાનો દોર

મામલતદાર-નાયબ મામલતદાર-તલાટીઓની ટીમો ત્રાટકીઃ અર્ધો ડઝન મુદા અંગે તપાસ

રાજકોટ તા. ૧૯ :..  આજ સવારથી કલેકટરની સુચના બાદ રાજકોટ સીટી પ્રાંત-ર અને ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીએ  પેટ્રોલ પંપ-ડીઝલ પંપ ઉપર દરોડાનો દોર શરૂ કરતા રાજકોટ શહેર-જીલ્લાના પેટ્રોલ પંપ ધારકોમાં સોંપો પડી ગયો છે, રાજકોટના ત્રણ પેટ્રોલ પંપ તો બંધ કરી દેવાયાનું બહાર આવ્યું છે.ચોકકસ સર્વે માહિતી બાદ કલેકટરની મંજૂરી લઇ ડે. કલેકટર શ્રી જાનીએ રાજકોટ તાલુકા અને કોટડા સાંગાણી તાલુકાના દસેક પંપો પર દરોડા પાડયા છે.પ્રાથમિક વિગતો મુજબ સરધારનો આશુતોષ પેટ્રોલીયમ, માલીયાસણનો બંસલ પેટ્રોલીયમ ખાતે તપાસ શરૂ થઇ છે, જયારે ભાવનગર અને અમદાવાદ હાઇવે ઉપર ટીમો પહોંચી ગઇ છે. આ ઉપરાંત કોટડા સાંગાણી અને શાપર-વેરાવળના ૪ જેટલા પંપ ઝપટે લેવાયા છે.

મામલતદાર-નાયબ મામલતદારો તથા તલાટીઓની ટીમો દ્વારા રેડ શરૂ કરાયાનું અને બપોર બાદ વિગતો જાહેર થવાની શકયતા વર્તુળો ઉમેરી રહ્યા છે.

(11:47 am IST)