Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ટીવી એકટર હરેશ ટાંકને યુથ એકસેલેન્ટ એવોર્ડ

રાજકોટ તા.૧૯: સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતિ નિમિતે યોજાયેલ સ્વામી વિવેકાનંદના જીવન આધારીત પુસ્તક વિમોચન તેમજ સ્વામી વિવેકાનંદ ગ્લોબ ઇન્ટરનેશનલ એવોર્ડ સમારોહમાં ટીવી એકટર તેમજ સરકારના મેમ્બર ઓફ રાજભાષા ગૃહ મંત્રાલય હરેશ ટાંકને દિલ્હીખાતે યોજાયેલ સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશન ગ્લોબ એવોર્ડ કાઉન્સીલ દ્વારા યુથ એકસેલેન્ટ એવોર્ડ-૨૦૧૮ કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી ક્રિષ્ના રાજને હસ્તે આપવામાં આવ્યો હતો.

હરેશ ટાંકને આ એવોર્ડ નીડર અને સાહસિક પત્રકારત્વ તેમજ સમાજસેવા, બ્લડ ડોનેટની સેવાઓ તેમજ એન્ટી ટેરોરીસ્ટ અને અગેઇન્સ્ટ કરપ્શન સામેની લડાઇ માટે આપવામાં આવ્યો છે.

આ સમારોહમાં ઓલ ઇન્ડિયા ઓલમ્પીકસ એસોસીએશનના ચેરમેન તેમજ ઉદ્યોગપતિ સુધાંશુ મિત્તલના હસ્તે તેમને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી ક્રિષ્ના રાજે સાલ ઓઢાડીને તેમને સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ સમારંભમાં બીજેપીના નેશનલ જનરલ સેક્રેટરી સેતુ સમાન રામલાલજી તેમજ અનંતકુમાર શ્યામજાજુજી એસ.બી.કે.સીંઘ, ગૌરવ શર્મા- પાવર લીફટર વર્લ્ડ ચેમ્પીયન તેમજ ગોલ્ડન રાજપુત-બોડી બિલ્ડર મેડીલેસ્ટ તેમજ દેશના ૨૦ થી વધારે સ્પોર્ટસ પરશન અને પ્રિન્ટ અને ઇલેકટ્રોનીકસ મીડીયાના પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશન ગ્લોબ એવોર્ડ કાઉન્સીલનાં ચીફ પેટર્ન ડો. એલ.શશીકુમાર, રાકેશકુમારસીંધ પેટર્ન તેમજ ડો.ભરતજા સ્પોક પર્સન કર્યુ હતું.

(11:45 am IST)