Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

દિવ્યાંગ બાળકો માટે કોમેડી શોઃ ફેન્ડસ કલબ દ્વારા શનિવારે આયોજન

સ્ટેન્ડીંગ કોમેડીયન હિરેન ત્રિવેદીનો : બાળકોને ભોજન પણ કરાવાશે

રાજકોટઃ તા.૧૭, ફેન્ડ્રસ કલબ રાજકોટ  દ્વારા દિવ્યાંગ બાળકો માટે ભોજન સમારંભ તેમજ સાંસ્કુતિક કાર્યક્રમનું આયોજન તા.૨૦ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. બાળકોને હસાવવા માટે સોની ટી.વી.ના આર્ટીસ્ટ સ્ટેન્ડીગ કોમેડીયન હિરેન ત્રિવેદી ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 તા.૨૦ને શનિવાર સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ કલાકે સ્નેહ નિર્જર આશ્રમ, યુનિ. રોડ બી.ટી. સવાણીની સામે  કાર્યક્રમ યોજાશેે. આ ઉપરાંત સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, માનસીક ક્ષીતીના બાળકો માટે મ્યુઝીકલ પ્રોગ્રામ, ડાન્સ, જમણવાર, અવનવી પ્રવૃતિ તથા મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ સંસ્થા છેલ્લા ૧૬ વર્ષથી સમાજ સેવા સાથે કાર્યરત છે.

આ સંસ્થા નવરાત્રીનું પણ આયોજન કરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફેન્ડ્સ કલબના ચેરમેન શ્રી મતી લીનાબેન ટી. વખારીયા, વાઇસ ચેરમેન શ્રી જયેશભાઇ કતીરા, પ્રમુખશ્રી વજુભાઇ ગઢવી, મંત્રીશ્રી વિપુલભાઇ રાઠોડ, પેટ્રન ડો. મનીષભાઇ ગોસાઇ, ઉ.પ્રમુખશ્રી સમીરભાઇ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઇ પિત્રોડા, સહમંત્રી શ્રી સમીરભાઇ જાવીયાને શ્રી વિપુલભાઇ હિરાણી, શ્રી નીલેષભાઇ પટેલ, શ્રી જીતેનભાઇ પંડયા  ડો. એચ.ડી. પટેલ, શ્રી કૈલાશભાઇ નકુમ મહિલા પ્રમુખ બંસરીબેન સોની, ઉ.પ્રમુખ રેખાબેન ચોૈહાણ, મંત્રી શોભનાબેન વિઠ્ઠલાણી, ખુશાલીબેન ત્રિવેદી વિગેરે ખુબ જહેમત ઉઠાવી રહયા છે. તેમ ચેરમેન શ્રી મતી લીનાબેન વખારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(4:32 pm IST)