Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

માલધારી સમાજ ભાજપને પોતાની તાકાત બતાવશે

માલધારી સમાજના નામે મત લીધા બાદ સરકાર દ્વારા એ જ માલધારીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છેઃ મુંધવા, ચાવડીયા, ડાભી, મકવાણા

રાજકોટઃ માલધારી સમાજ દ્વાર કોંગ્રેસને સમર્થન આપ્‍યાનું સમસ્‍ત માલધારી સમાજ-રાજકોટના આગેવાનોએ જણાવેલ.

માલધારી સમાજની ડેરી દૂધ મંડળીઓ માલધારી સમાજ પાસેથી માલધારી સમાજનો ૫૪ની કલમનો ખેડૂત બનવાનો હક ભાજપ સરકારે છીનવી લીધો હોવાનુ રણજીત મુંધવાએ જણાવેલ.

તો બીજલ ચાવડીયાએ જણાવેલ કે પહેલા ગાયના નામે મત લીધા બાદ ભાજપ સરકાર એ જ ગાયનું પાલન કરતા ગાય માતાના દીકરાને માલધારીને જેલમાં ધકેલી રહ્યા છે.

ગુજરાતમાં વસતા ૭૦ લાખથી પણ વધારે ભરવાડ રબારી સમાજનું આજીવિકાનું એકમાત્ર સાધન એટલે પશુપાલન કરતો સમાજનું જીવન નિર્વાહ કરતો હોય છે. પરંતુ આ ભાજપ સરકાર દ્વારા હાઇકોર્ટના આદેશની આડમાં માલધારીના ઘરમાં ઘુસી બાંધેલી ગાયને પકડવામાં આવે છે. નિર્દોશ યુવાનોને પાસા હેઠળ જેલમાં પુરવામાં આવે છે. ગુજરાતમાં ભરવાડ રબારી સમાજના ૨૦થી પણ વધારે યુવાનોને પાસા કરી જેલમાં પૂર્યાે વડોદરામાં એક માલધારી યુવાનને બે વર્ષની સજા ફટકારવામાં આવી જેલમાં પૂરવામાં આવ્‍યો આ બધી ભાજપ સરકારની માલધારી પ્રત્‍યેની ધુણા અને અન્‍યાય નીતિ સામે માલધારી સમાજ દ્વારા કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન આપી કોંગ્રેસ તરફે મતદાન કરી પોતાનો રોષ ઠાલવશે. ગુજરાતની માલધારી સમાજની તાકાત ભાજપને બતાવશે.

માલધારી સમાજના આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હોવાનું રણજીત મુંધવા, બીજલ ચાવડીયા,  હિરેન ચાવડીયા, કાનાભાઇ ડાભી અને ભરતભાઇ મકવાણાએ અંતમાં જણાવ્‍યું હતું.

(3:57 pm IST)