Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારપરષોત્તમભાઇ રૂપાલા સામે ચૂંટણી પંચના તપાસના આદેશ

જીલ્લા કલેકટરને સૂચના આપતા કલેકટરે આચારસંહિતાના નોડલ ઓફીસરને તપાસ સોંપી

રાજકોટ તા. ર૮: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ તાજેતરમાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટીપ્‍પણી અંગે કેન્‍દ્રિય ચૂંટણી પંચને લેખીતમાં ફરિયાદ થતા ચૂંટણી પંચે રાજકોટ જીલ્લા કલેકટરને તપાસના આદેશો કરતા, કલેકટરે આ મામલે રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના ડે. કમિશ્‍નર અને આચાર સંહિતાના નોડલ ઓફીસરને તપાસ સોંપી છે.

જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ ઉમેર્યું હતું કે ચૂંટણી પંચે કલેકટરને ઇ-મેઇલથી તપાસ કરવાની સૂચના આપી છે. આ મામલાની તપાસ આચાર સંહિતાની કમિટીને અપાઇ છે, જેના નોડલ ઓફીસર રાજકોટ મહાનગરપાલિકાના ડે. કમિશ્‍નર છે. જેઓ અહેવાલ આપશે, બાદ તે રીપોર્ટ ચૂંટણી પંચને મોકલાશે.

અત્રે એ નોંધનીય છે કે શહેરના પરસાણાનગર વિસ્‍તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે ટીપ્‍પણી થતા ભારે વિવાદ સર્જાયો છે, આ પછી કેન્‍દ્રિય મંત્રીએ આ વિધાનો બદલ જાહેરમાં માફી માંગી લીધી છે.

(4:46 pm IST)