Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શહેરના તમામ વિસ્‍તારમાંથી હોળીના ઢગલાઓ તાકીદે ઉપાડો : કોંગ્રેસ

બે દિવસમાં આ સમસ્‍યા હલ ન થાય તો આヘર્યજનક કાર્યક્રમની ચીમકી

રાજકોટ,તા.૨૮ : શહેરમાં હોળીના તમામ ઢગલાઓ તાત્‍કાલિક ઉપાડવા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત

 શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણી  જણાવે છે કે   મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧ થી ૧૮ ના વોર્ડમાં જુદા જુદા વિસ્‍તારોમાં અંદાજે ૬૦૦ થી વધુ હોલિકા દહન થાય છે ત્‍યારે ગત શનિવારે હોળી પ્રગટાવવામાં આવ્‍યા બાદ બે દિવસમાં  શહેરમાં આ હોળીના ઢગલાઓ ઉપાડી લેવામાં આવતા હોય છે પરંતુ કેટલાક વર્ષોથી તંત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્‍યારે જ ઢગલાઓ ઉપાડવામાં આવતા હોય છે. અને આ રાખના ઢગલાઓ ચોકની વચ્‍ચો વચ હોવાને પગલે લોકોને હાલાકી ભોગવવી પડે છે. પવનને પગલે રાખ ઉડતી રહે છે અને રાત્રે અકસ્‍માત સર્જાવાનો ભય રહે છે.

 શહેરના પદાધિકારીઓ ચૂંટણીમાં વ્‍યસ્‍ત છે અને અધિકારીઓ ભર ઊંઘમાં કે અંધારામાં હોવાને પગલે અનેક વિસ્‍તારોમાં આજે પણ ચોકમાં હોળીના ઢગલાઓ યથાવત રહેતા  શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ  મહાનગરપાલિકાના તંત્ર વાહકને   શહેરમાંના તમામ ઢગલાઓ તાત્‍કાલિક અસરથી ઉપાડી લેવા તાકીદ કરવામાં આવી છે. અને ૨૪ કલાક માં શહેરમાં હોળીના રાખના એક પણ ઢગલો ન હોવો જોઈએ અને હશે તો વોર્ડ ઓફિસે રાખના ઢગલાઓ કરવામાં આવશે તેમ અંતમાં ચિમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(4:41 pm IST)