Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

‘વિશ્વ ટીબી દિવસ' ની ઉજવણી અંતર્ગત આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ : વિષયક પરિસંવાદ યોજાયો

રાજકોટ, તા. ર૮ : ‘વિશ્વ ટીબી  દિવસ-ર૦ર૪' ની ઉજવણી હા ! આપણે ટીબીને ખતમ કરીએ છીએ ! (Yes! We can End TB!) વિષયક પરિસંવાદ સતત તબીબી શિક્ષણ (CME) દ્વારા યોજાયો હતો.

ક્ષય રોગ સામે લડવા માટે ટીબીના ક્ષેત્રમાં દાયકાઓ અનુભવ ધરાવતા જાણીતા પલ્‍મોનોલોજિસ્‍ટ, તથા નિષ્‍ણાંત તજજ્ઞો જાહેર આરોગ્‍ય સમસ્‍યા તરીકે ટીબીના જોખમને નાબુદ કરવા માટે અથાક લડત આપવાના સામુહિક સંકલ્‍પ માટે સંકલબદ્ધ થયા હતાં લેકચર થિયેટર એકેડેમિક બ્‍લોક AIIMS રાજકોટ ખાતે  યોજાયેલ આ પરિસંવાદમાં CME  માં ફેકલ્‍ટીઓ, સિનિયર રેસિડેન્‍ટસ અને જુનિયર રેસિડેનટસ (Acad એ Non-Acad)   સહિત તબીબી વ્‍યાવસાયિકો હાજર રહ્યા હતા.

ટીબીના વૈશ્વિક પરિસ્‍થિતિગત વિશ્‍લેક્ષણ, ટીબી સ્‍ક્રીનીંગ અને રેફરલ, ટીબી નિદાન માર્ગદર્શિકાઓ અને નિદાનમાં પડકારો, પુખ્‍ત વયના ટીબી સારવાર માર્ગદર્શિકા અને સંકળાયેલ પડકારો, સારવાર માર્ગદર્શિકાઓ અને બાળરોગના કેસોની સારવારમાં પડકારોની ચર્ચા થઇ હતી.

(3:35 pm IST)