Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

નવી જ પ્રક્રિયાઓ દ્વારા ચીન સાથે હરીફાઇ કરવાનો સમય આવી ગયો છેઃ પદ્મવિભુષણ પ્રો.એમ.એમ.શર્મા

કેમીકલ્‍સ, ફાર્મા અને ડ્રગ કેમેસ્‍ટ્રીમાં વપરાતા રસાયણો હવે એગ્રો અને કાર્બોહાઇડ્રેટ કેમીસ્‍ટ્રીની સહાયથી : સૌરાષ્‍ટ્રના ફાર્મા ઉદ્યોગ માટેના પ્રોસેસ કેમીસ્‍ટ્રી માટે કેટેલીટીક કલીનીક કોન્‍કલેવમાં ઉદ્યોગકાર, યુનિ.ના સંશોધકો અને ફાર્મા તજજ્ઞોએ ભાગ લીધો

રાજકોટઃ એનવાયરોમેન્‍ટલ રીચર્સ ફાઉન્‍ડેશન ઓફ ઇન્‍ડિયા, ઇન્‍ડીયન સોસાયટી ઓફ કેમીસ્‍ટ એન્‍ડ બાયોલોજીસ્‍ટસ તેમજ કેટેલીસીસ સોસાયટી ઓફ ઇન્‍ડિયાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં ફાર્મા ઉદ્યોગને પ્રોલસેસ કેમીસ્‍ટ્રી, પર્યાવરણ, તેમજ ઉદ્યોગને લગતાં માર્ગદર્શન આપવા તાજેતરમાં યોજાયેલા કેટલીટીક કોન્‍કલેવ ને અભુતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો છે. ૧૦૦ જેટલા ઉદ્યોગકારોનો ઉપસ્‍થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા આશરે ૨૦ જેટલા ઉદ્યોગકારોને કોનકલેવ પછી પણ માર્ગદર્શન ચાલુ રાખ્‍યું છે, તે આ કાર્યક્રમની સફળતા સુચવે છે.

આ કાર્યક્રમના પ્રમુખસ્‍થાને આવેલા પદ્મવિભુષણ પ્રો.એમ.એમ.શર્માએ કોન્‍કલેવને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, કેમીકલ્‍સ તેમજ ફાર્મા ઇન્‍ટરમીડીયેટ તેમજ ડ્રગ કેમીસ્‍ટ્રીમાં વપરાતા રસાયણો બે એગ્રો તેમજ કાર્બોહાયડ્રેડ કેમીસ્‍ટ્રીની સહાયથી નવી જ પ્રક્રિયાઓ દ્વારા કરીને ચીન સામે હરિફાઇ કરવાનો સમય આવી ગયો છે. તેમણે અનેક સફળ પ્રોસેસ કેમીસ્‍ટ્રીના દાખલાઓ આપીને ઉદ્યોગો કેવી રીતે આગળ વધ્‍યા તે અંગે અત્‍યંત ઉપયોગી માહિતી તેમજ વિશ્‍લેષણ કર્યુ હતું.

રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના વાઇસ પ્રેસીડેન્‍ટ ડો.આર.વી. જસરાએ આગામી દિવસોમાં લાયટસ નેનો ટેકનોલોજી અને પેલેડીયમ, પ્‍લેટીનમ, ઇથેનીયમ જેવી પ્રેશીયસ મેટલ દ્વારા પ્રોસેસ કેમીસ્‍ટ્રીમાં ક્રાંતિ લાવી શકાય તેની માહીતી આપી હતી.

કાર્યક્રમના સહયોગી એવા રહોડીયમ માસ્‍ટરે કંપનીના ડાયરેકટર શ્રી ગુણવંત પટેલે તેમજ ઝેનીથ પટેલે આવતા સમયમાં ગોલ્‍ડ, સીલ્‍વર, પેલેડીયમ, રૂથેનીયમ, રહોડીયમ, પ્‍લેટીનમ ઇરીડીયમ જેવી અતિ કિંમતી ધાતુઓમાંથી બનતા કેટેલીસ્‍ટ (ઉદ્વીપકો) ના ‘વેસ્‍ટેજ' ને નકામુ ગણી વેડફી ન દેતાં, તેની ટેકનોલોજી તેમની કંપનીએ સ્‍વદેશી રીતે વિકસિત કરી છે અને ચીન, યુરોપ અને અમેરિકાથી પણ વધુ સારી ટેકનોલોજીથી રિકવરી કરી ચીનને ફાર્મા-ઇન્‍ટ મીડીયેટ તેમજ ડ્રગ, એગ્રો, પ્રોડકટસમાં પ્રતિ સ્‍પર્ધામાં  મહાત થઇ શકે છે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

ઇન્‍ડસ્‍ટ્રીયલ કોન્‍કલેવમાં રાજકોટ, મોરબી, શાપર, વેરાવળ તેમજ નજીકના વિસ્‍તારોનાં ફાર્મા ઉદ્યોગપતિઓ, ઉપરાંત અમદાવાદ, વડોદરા તેમજ અંકલેશ્વરશ્રી પણ આ ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્‍થિત રહ્યા હતાં. ભાવનગર યુનિ.ના સીનીયર મોસ્‍ટ પ્રો. ડો. નિશીથ દેસાઇ, રાજકોટના ફાર્મા તજજ્ઞ ડો. વિભૂતિ જોશી, સૌરાષ્‍ટ્ર ડ્રગ મેન્‍યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ શ્રી વિરેન્‍દ્ર કોઠારી ઉપરાંત એનવાયરોમેટલ રીફાઇ ફાઉન્‍ડેશન ઓફ ઇન્‍ડીયાના શ્રી વિજય અમલાણી તેમજ પિયુષ મહેતા સહિતના મહાનુભાવોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રોહડીયમ માસ્‍ટર તરફથી તમામ ડેલીગેટને સ્‍મૃતિ ચિહન તેમજ રીસાયકલીંગ કરતાં ઉદ્યોગની મુલાકાત લેવડાવી હતી. તેમજ જીલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર અધિકારી શ્રી કિશોર મોરી દ્વારા ગુજરાત સરકારમાં માઇક્રો, લઘુ તેમજ મીડીયમ (MSME) ઉદ્યોગો માટેની પ્રોત્‍સાહક યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇન્‍ડીયન સોસાયટી ઓફ કેમીસ્‍ટના પ્રમુખ ડો. અનામિક શાહની રાહબરી નીચે ડો. ભરત સાવલિયા, પ્રો. ડો. વી. કે. જૈન તથા ડો. લાલજી બલદાણીયા તથા રહોડીયમ માસ્‍ટરમાં ઝેનીથ પટેલ, સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(2:40 pm IST)