Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

લોધીકા પોલીસ મથકમાં પકડાયેલા ૧૯ લાખના વિદેશી દારૂના જથ્‍થા ઉપર રોડ રોલર ફેરવી દેવાયુ

રાજકોટ : રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા દારૂ તથા અન્‍ય તમામ મુદામાલનો નાશ કરવા માટે જુબેશ ચાલુ હોય જે અનુસંધાને સબ ડીવીઝન મેજીસ્‍ટ્રેટ રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ, પો. ઇ. ના નશાબંધી અને અબકારી ખાતુ રાજકોટ તથા સર્કલ પો. ઇ. ગોંડલ તથા આયુષ જૈન, આઇ. પી. એસ. થાણા અધિકારી લોધીકા પો. સ્‍ટે.ની ઉપસ્‍થિતીમાં કારી ડેમના પાળા પાસે અભેપર જવાના જુના રસ્‍તા પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં કુલ બોટલ નંગ લોધીકા પોલીસ સ્‍ટેશનની ૧૯રર૮ કિ. રૂા. ૧૯ર૯૦૭પ તથા મેટોડા જી. આઇ. ડી. સી. પો. સ્‍ટે. ની કુલ બોટલ નં. ૧રપ કિ. રૂા. ૪૦૩ર૮ નો મળી કુલ બોટલ નં. ૧૯૩પ૩ કિ. રૂા. ૧૯૬૯૪૦૩ ના ઇંગ્‍લીશ દારૂનો રોડ રોલર ફેરવી કરાયો હતો.

(11:51 am IST)