Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા બીજા દિવસે આકરી કાર્યવાહી : લક્ષ્મીનગર નળ પાસેથી ગેરકાયદે રાખેલ 21 રેંકડી જપ્ત કરાઈ : નાયબ કમિશનર એ,આર,સિંહના માર્ગદર્શનમાં કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા લક્ષ્મીનગર નાલા પાસે જાહેર માર્ગ પર ગેરકાયદેસર રાખેલ 21 રેકડી જપ્ત કરેલ છે.


નાયબ મ્યુનિ. કમિશ્નર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ, દબાણ હટાવ શાખાના અધિકારી પી. જે. બારીયા તેમજ દબાણ હટાવ સ્ટાફ અને વિજિલન્સ શાખાની ટીમે મદદમાં રહી કામગીરી કરેલ છે

(11:18 pm IST)
  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST

  • તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST

  • હોસ્પિટલોમાં આગની ઘટનાઓ જરા પણ સ્વીકાર્ય નથી : સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરી : રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોનાના દર્દીઓના મૃત્યુ નિપજતા સુપ્રિમ કોર્ટે પણ ચિંતા વ્યકત કરતાં કહ્યુ છે કે હાઈકોર્ટ પણ સમગ્ર મામલાને નિહાળી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી : અમે આખા દેશની સ્થિતિ પર માહિતી લઈ રહ્યા છીએ. access_time 1:07 pm IST