Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

‘રાજકોટના ધર્મ સ્‍થાનો એક આધ્‍યાત્‍મિક વારસો' : ૫૧ મંદિરોનો ઇતિહાસ ગ્રંથસ્‍થ

પુસ્‍તક અવલોકન - ધન્‍વી માહી

શીર્ષક : રાજકોટના ધર્મસ્‍થાનો એક આધ્‍યાત્‍મિક વારસો
લેખક : પ્રવિણભાઇ વ્‍યાસ
પ્રાપ્‍તી સ્‍થાન : સદ્દગુરૂ કૃપા, ૩-સ્‍વામિનારાયણનગર, ગોકુલધામની બાજુમા, રાજકોટ. મો.૯૮૨૫૧ ૯૯૬૫૮
લેખકે રાજકોટના ખુણે ખુણાનો અભ્‍યાસ કરી ધર્મસ્‍થાનોની માહીતી એકત્ર કરી પુસ્‍તકરૂપે આપવાનો સરસ પ્રયાસ કર્યો છે. ૨૩૨ પાનાના આ દળદાર પુસ્‍તકમાં રાજકોટના સ્‍વયંભુ શ્રી રામનાથ મહાદેવ, શ્રી રાજ રાજેશ્વર મહાદેવ, શ્રી  હાટકેશ્વર વિજયતે, શ્રી કામનાથ મહાદેવ, શ્રી ભુતનાથ મહાદેવ મંદિર સહીત ૫૧ (+ ર વધુ મળી ૫૩) સ્‍થળોનો પરિચય રજુ કર્યો છે. જેમાં સ્‍થળની પ્રાચીન વાતો તેમજ હાલની પરિસ્‍થિતી, દેવી દેવતાઓના સ્‍થાપન વગેરે બાબતોની અભ્‍યાસલક્ષી વિગતો રજુ કરવામાં આવી છે. સાથે પદ, ભજન, દુહા, છંદ, ચોપાઇનો આશરો પણ લેવામાં આવ્‍યો છે. આ તમામ સ્‍થળોમાં ૨૩ સ્‍થળો તો મહાદેવના મંદિરોના છે. એટલે શ્રાવણ માસમાં શિવભક્‍તિ કરવા જનારાઓને આ પુસ્‍તક ઉપયોગી બની રહે તેવુ છે. અહીં ઉલ્લેખનીય છે કે પુસ્‍તક લખનાર પ્રવિણભાઇ વ્‍યાસ રેડીયો ટીવી આર્ટીસ્‍ટ છે. તેમના સ્‍વરથી તો સૌ પરિચિત હતા જ હવે આ પુસ્‍તક તૈયાર કરીને તેમની કલમનો જાદુ પણ તેઓએ બતાવી જાણ્‍યો છે.

 

(4:10 pm IST)