Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

લાતી પ્‍લોટમાંથી દેશી દારૂ બનાવવામાં વપરાતો ૨.૩૨ લાખનો સડેલો ગોળ કબ્‍જે

ડબ્‍બા ભરેલુ ૩ લાખનું બોલેરો પીકઅપ પણ જપ્‍ત કરાયોઃ નિલેષ સાતા સડેલો ગોળ વેંચતો હતો

રાજકોટઃ લાતી પ્‍લોટ-૬માં આવેલા ગોડાઉનમાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો સડેલો ગોળનો જથ્‍થો પકડી લેવાયો છે. લઠ્ઠાકાંડને પગલે રાજ્‍યભરની પોલીસ દેશી દારૂના ધંધાર્થીઓ પર તૂટી પડી છે. તે અંતર્ગત આજે એલસીબી ઝોન-૧ ટીમના દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીરને મળેલી બાતમી પરથી લાતી પ્‍લોટ-૬માં આવેલા ગોડાઉનમાં દરોડો પાડી રૂા. ૨,૩૨,૫૦૦ના ૨૫-૨૫ કિલોના ૩૧૦ ડબ્‍બા સડેલો ગોળ ઝડપી લેવાયો છે. તેમજ બોલેરો પીકઅપ ગાડી જીજે૦૩બીયા-૫૨૪૦ રૂા. ૩ લાખની મળી કુલ રૂા. ૫,૩૨,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.

સડેલા ગોળનું વેચાણ કરનારનું નામ નિલેષ મગનભાઇ સાતા (ઉ.૪૮-રહે. કાશી વિશ્વનાથ પ્‍લોટ, જૈન દેરાસર પાસે, સુર્ય એપાર્ટમેન્‍ટ બીજો માળ ફલેટ નં. ૫) હોવાનું પોલીસે જણાવ્‍યું હતું. ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. કોડીયાતર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, રવિરાજભાઇ પટગીર, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(4:04 pm IST)