Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

૪૬૦ લોકો સાથે ૧ કરોડથી વધુની ઠગાઇ પ્રકરણમાં રાજકોટના બે એજન્‍ટને સીઆઇડી ક્રાઇમે ઝડપી લીધા

ઓનલાઇન કંપની બનાવી વધુ વ્‍યાજની લાલચ આપી અનેકને શીશામાં ઉતાર્યા'તાઃ અશોક સોરઠીયા અને નવલસિંહ ચુડાસમાની ધરપકડઃ ધી ટ્રેડ લોર્ડ એલએલસી કંપનીના ૪ શખ્‍સોની શોધખોળ

રાજકોટ, તા., ૨૭: દિલ્‍હીમાં ધી ટ્રેડ લોર્ડ એલએલસી નામની ઓનલાઇન કંપનીના એજન્‍ટો મારફત સભ્‍ય બનાવી વધુ વ્‍યાજ આપવાની લાલચ આપી ૪૬૦ જેટલા લોકો સાથે ૧ કરોડથી વધુની છેતરપીંડીના ગુન્‍હામાં  રાજકોટ સીઆઇડી ક્રાઇમે રાજકોટ સ્‍થિત બે એજન્‍ટોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પુનીત સોસાયટી પાસે રવી હાઇટસમાં રહેતા અને એસટી વર્કશોપ પાસે કારખાનુ ચલાવતા શ્‍યામ કાંતીલાલ ઠુંમરે સીઆઇડી ક્રાઇમમાં  ધી ટ્રેડ લોર્ડ એલએલસી કંપનીના સંચાલકો ધીરજસિંઘ રાજપાલ તખ્‍ખર, દિપકસિંઘ સુભાષચંદ્ર, પ્રવિણસિંઘ ચૌધરી (રહે. ત્રણેય દિલ્‍હી) તથા કંપનીના એજન્‍ટ અશોક ટપુભાઇ સોરઠીયા, ન્‍યુ સાગર સોસાયટી, ૪૦ ફુટ રોડ કોઠારીયા રોડ તથા નવલસિંહ ગુમાનસિંહ ચુડાસમા (રહે. રઘુનંદન સોસાયટી, પોપટપરા મેઇન રોડ, રાજકોટ) સામે ફરીયાદ નોંધવી હતી.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપી નં. ૧ થી ૪નાએ બનાવટી ઓનલાઇન કંપની ચાલુ કરી અને રાજકોટમાં રહેતા તેના એજન્‍ટ અશોક અને નવલસિંહએ   તેના  તા તેના પરિવારના રૂપીયાનું રોકાણ કરાવી દરરોજના એક ટકા લેખે વ્‍યાજ આપવાનું કહયું હોય જેથી ેતેણે અને તેના પરિવારજનોએ રૂપીયા ભર્યા હતા અને દરરોજ ઓનલાઇન તેના ખાતામાં રૂપીયા જમા થઇ જતા હોય ફરીયાદીને સભ્‍ય બનાવ્‍યો હતો અને તેના નામનું આઇડી કંપનીએ બનાવી વેરીફીકેશન માટે બેંકન ખાતામાં પેટીએમ દ્વારા વ્‍યાજ જમા થતુ હતું. જેથી ફરીયાદીએ તેના ૩૦ હજાર, તેના પિતાના નામે પ૦ હજાર, મોટા ભાઇના નામે ૧.૩૦ લાખ અને માતાના નામે રપ હજાર મળી કુલ ર.૩પ લાખ જમા કરાવેલ હતા અને ફરીયાદીના ખાતામાં રૂપીયા ટ્રાન્‍સફર પણ થતા હતા. આ દરમિયાન કમીશન આવવાનુ બંધ થઇ જતા ફરીયાદીએ રાજકોટ સ્‍થિત બંને એજન્‍ટોને જાણ કરી હતી. પરંતુ વેબસાઇટ અપડેટ થાય છે તેમ કહી ખોટા વાયદાઓ કરતા હતા.  આ અંગે ફરીયાદીએ  તપાસ કરતા આ કંપનીમાં આશરે ૪૬૦ જેટલા લોકોએ ૧ કરોડથી વધુ રોકાણ કર્યુ હોય અને કંપનીએ રોકાણ કરાવી છેતરપીંડી આચર્યાની જાણ થતા છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ અલગ અલગ પોલીસ મથકમાં ફરીયાદ કર્યા બાદ સીઆઇડી ક્રાઇમમમાં ફરીયાદ કરતા સીઆઇડી ક્રાઇમે  ઉકત કંપનીના સંચાલકો તથા રાજકોટન બે એજન્‍ટો સામે ગુન્‍હો દાખલ કર્યો હતો.

 દરમિયાન રાજકોટ સ્‍થિત કંપનીના એજન્‍ટ અશોક સોરઠીયા અને નવલસિંહ ચુડાસમાની ગત રાત્રે જ સીઆઇડી ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ શેરગીલ તથા સ્‍ટાફે ધરપકડ કરી હતી અને આછેતરપીંડીમાં સામેલ અન્‍ય શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

(4:02 pm IST)