Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જી. પં. પ્રમુખના પુત્ર દ્વારા જમીન કૌભાંડ અંગે ખોટા દસ્‍તાવેજો ઉભા કરી ધમકી આપ્‍યાની પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૭ :.. રાજકોટના નામાંકીત તથા પૂર્વ જીલ્લા પ્રમુખનાં પુત્ર ભરતભાઇ નાગદાનભાઇ ચાવડા ત્‍થા અન્‍ય વ્‍યકિતઓ સામે જમીન કૌભાંડ, દબાણ, ખોટા, બનાવટી દસ્‍તાવેજો ઉભા કરવા, એટ્રોસીટી વિગેરે કરેલ ગુન્‍હા અંગે પોલીસમાં ફરીયાદ કરવામાં આવેલ છે.
રાજકોટ જીલ્લાનાં લોધીકા તાલુકાનાં મેટોડા ગામનાં રેવન્‍યુ સર્વે નં. ૧૮ ની જમીન ઉપર આવેલ ‘મુરલી મનોહર પાર્ક-૧' તરીકે ઓળખાતા વિસ્‍તારનાં રહેણાંક હેતુ માટેનાં બિનખેતી પ્‍લોટ નં. ૪૯ ની જમીન આ. ચો. મી. ૪૦૪-૩૪ જે મુકેશભાઇ રમેશભાઇ પરમારએ વેચાણ દસ્‍તાવેજ અનુ. નં. ૪૬૧૪, તા. ૮-૬-રર ના રોજથી ખરીદ કરેલ છે. ત્‍યારથી સદરહું જમીનના કબ્‍જે ભોગવટેદાર તથા માલીક આ કામના ફરીયાદી મુકેશભાઇ રમેશભાઇ પરમાર છે.
આ કામે ભરતભાઇ નાગદાનભાઇ ચાવડા તથા કાથડભાઇ સીદીભાઇ છૈયા તથા ગુન્‍હાના કામે મદદગારી કરનાર અન્‍ય માથાભારે વ્‍યકિતઓએ ઉપરોકત માલીકીનાં પ્‍લોટમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર અન્‍ય માથાભારે વ્‍યકિતઓએ ઉપરોકત માલીકીનાં પ્‍લોટમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી, અપ્રવેશ કરી, અમોનાં પ્‍લોટની કમ્‍પાઉન્‍ડ વોલ પાડી નાખેલ છે. અને આરોપીઓ તેની સાથે ટ્રેકટર લઇ આવેલ અને તે ટ્રેકટરમાં આરોપીઓ તથા તેના માથાભારે માણસોએ કમ્‍પાઉન્‍ડ વોલ બેલા ગેરકાયદેસર રીતે લઇ ગયેલ છે. અને તે બાબતે અમો ફરીયાદીએ તેના રોકતા, અમોને લાકડી, તલવાર જેવા હથિયારો બતાવી, ધમકી આપેલ કે અહીથી જતા રહો નહીતર અહીયા જ મારી નાખીશું. તેવી ધમકી આપેલ છે.
અમો ફરીયાદીને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી અપમાન કરેલ છે. તેમજ ફરીયાદીની જ્ઞાતિ પ્રત્‍યે ખુબ જ ખરાબ ભાષામાં ગાળો આપેલ જેથી ખુબ જ ગંભીર પ્રકારનો ગુન્‍હો કરેલ હોય ઉપરોકત ઇસમો વિરૂધ્‍ધ પોલીસમાં ફરીયાદ આપેલ છે.
આ ફરીયાદ અરજીના સંદર્ભે પોલીસ સુપ્રિ. રૂરલ દ્વારા ન્‍યાયીક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

 

(4:55 pm IST)