Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રમકડા-નાની ખીણીપીણી-ચકરડી સહિત કુલ ર૪૪ સ્‍ટોલનો ડ્રો કરી ફાળવણી કરતા કલેકટરઃ કાલથી હવે કોર્નર રમકડા-યાંત્રિક-આઇસ્‍ક્રીમ ચોકઠાની હરરાજીઃ મેળાના નામ માટે ૭૦૦ અરજી આવી

રાજકોટ : રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા ૧૭ ઓગસ્‍ટથી યોજાનાર લોકમેળાની કાર્યવાહી - તૈયારીનો આજથી ધમધમાટ શરૂ થયો છે, આજે સવારે ૧૧ વાગ્‍યે કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, એડી. કલેકટરશ્રી કેતન ઠકકર, સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરી, સીટી પ્રાંત-ર શ્રી સંદીપ વર્મા તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ તેમજ મામલતદાર શ્રી જાનકી પટેલ, ના. મામલતદાર શ્રી  વાછાણી, વિગેરેની ઉપસ્‍થિતિમાં રમકડાના ૧૭૮ મધ્‍યમ - નાની ચકરડીના ૬૬ સ્‍ટોલનો ડ્રો કરી સ્‍ટોલ ધારકોને ફાળવણી કરાઇ હતી, કુલ આ ર૪૪ સ્‍ટોલ માટે ૧૮૦૦ જેવી અરજી આવી હતી. આ ડ્રો સંપન્ન થયા બાદ હવે કાલથી રમકડા કોર્નર-યાંત્રિક- તથા આઇસ્‍ક્રીમના ચોકઠાની ર૮-ર૯-૩૦ માં હરરાજી થશે, આજે ડ્રોમાં જેમને સ્‍ટોલ નથી લાગ્‍યા તેને તા. ૩ ઓગસ્‍ટથી રીફંડના ચેક પરત આપવાનું શરૂ કરાશે, હરરાજી બાદ સરકારી સંસ્‍થાઓ અન્‍ય સંસ્‍થાઓને પણ સ્‍ટોલની ફાળવણી કરાશે, કલેકટરે પત્રકારોને જણાવેલ કે મેળાના નામકરણ માટે ૭૦૦ અરજી આવી છે, જે સુંદર નામ જણાશે તે પસંદ કરી મેળાનું નામ રખાશે, અને ઇનામો પણ અપાશે.  (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:55 pm IST)