Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રાજકોટના ભૂતપૂર્વ કલેકટર સામે તપાસનો ધમધમાટ

સુરેન્‍દ્રનગરના કલેકટર કે. રાજેશ બાદ હવે ડોકટર એવા કલકેટરનો વારોઃ ગૌચરની ૭ એકર જમીન સાંથણીમાં આપી દિધાનો ધડાકો : એક ઉદ્યોગપતિને ખાતેદાર બનાવી દીધાનું પણ કૌભાંડઃ સરપંચે ભાંડો ફોડયોઃ મહેસૂલની એક ટીમ ગૂપચૂપ આવી તપાસ કરી ગયાની ભારે ચર્ચા

રાજકોટ તા. ર૭ : સુરેન્‍દ્રનગર પૂર્વ કલેકટર કે. રાજેશ બાદ રાજકોટના પૂર્વ કલેકટર સામે આચરાયેલ જમીન કૌભાંડ અંગેની ફરીયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થતા ખળભળાટ મચી ગયો છે, નવા ત્રીજા ૧પ૦ ફુટ રીંગ રોડ પાસેની આ જમીન અંગે એક સરપંચે કરેલ ફરીયાદ બાદ મહેસૂલ ખાતાએ ખાનગી તપાસ શરૂ કરી છે, બીન સત્તાવાર વિગતો મુજબ ગૂપચૂપ એક ટીમ રાજકોટ આવી તપાસ કરી ગયાનું બહાર આવી રહ્યુ છે.

ગૌચરની જમીન બારોબર આપી દેવાયાની અને ઉદ્યોગપતિને ખેડુત ખાતેદાર બનાવવા આચરાયેલ અંગેના કૌભાંડ સંદર્ભે તપાસ શરૂ થઇ છે.

ગાંધીનગરથી બંધ બારણે ચાલી રહેલ તપાસ અંગે ભારે ચર્ચા છે.

ગામના સરપંચ દ્વારા પણ કલેકટર ઓફિસે જાણ કર્યા બાદ તપાસનુ ફિંડલુ વાળી નખાયેલ આ પછી ફરીયાદ ગાંધીનગર સુધી પહોંચતા તપાસ શરૂ થઇ છે.

ટોચના અધીકારી સુત્રોના કહેવા મુજબ વાજડીગઢ સરકારી ખરાબાની અને બાજુમાં આવેલ ગૌચરની જમીનમાંથી ૭ એકર જેટલી જમીન સાંથણીમાં ગણી આપી દેવાયાનો ધડાકો થયો છે, ડોકટર એવા કલેકટરે આ જમીન રૈયાધાર અને વાજડીગઢની બોર્ડરે આવેલી હતી તે આપી દિધી છે.

નવો ૧પ૦ ફુટ ત્રીજો રીંગ રોડ ખૂલતા ગામના એક સરપંચે આ બાબતે રાજકોટ કલેકટર તંત્રમાં ફરીયાદ કરેલ, પરંતુ તપાસનું ફીંડલૂ વાળી દેવાતા, ગાંધીનગર ફરીયાદ કરાઇ અને આખરે હાઇલેવલ ઇન્‍કવાયરી શરૂ થઇ છે, ચર્ચાતી વિગતો મુજબ ૧૯૭૪-૭પ થી આ પ્રકરણ ચાલૂ છે, કૌભાંડ આચરનાર જે તે કલેકટરે પ્રિમીયમ લઇને સાંથણી માટે જમીન આપી દિધાનો પણ ધડાકો થયો છે.

(3:32 pm IST)