Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન

જિલ્લાના ૧ કરોડ ઘર, ફેકટરી, દુકાન ઉપર દેશની આન-બાન-શાન સમા ત્રિરંગા લગાવવામાં આવશેઃ રાજકોટમાં બેઠક

રાજકોટ, તા., ૨૬: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૧૩ થી ૧પ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગાનો નવતર કાર્યક્રમ હાથ ધર્યો છે તે અનુસંધાને રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમના સુચારૃ આયોજન અર્થે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરીયાના પ્રમુખ સ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં  ગુજરાત ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ તથા મહામંત્રી સર્વશ્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરા, ગોંડલ યાર્ડ ચેરમેન જયેશભાઇ બોઘરા, ગોંડલ યાર્ડ ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, પ્રદેશ શિક્ષણ સેલ કન્વીનર મહેન્દ્રભાઇ પાડલીયા, પુર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઇ મેતલીયા સહીતના જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લાના તમામ મંડલ ઉપલેટા શહેર/તાલુકા ભાયાવદર શહેર, ધોરાજી શહેર/તાલુકા, જામકંડોરણા, જેતપુર શહેર/તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડા સાંગાણી, લોધીકા, રાજકોટ, પડધરી, જસદણ શહેર/તાલુકા, વિંછીયા તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, જીલ્લા સેલના કન્વીનર, સહ કન્વીનરશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહયા હતા.

રાજકોટ જીલ્લા ભાજપમાં મહામંત્રી  મનસુખભાઇ રામાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. તેઓએ જણાવેલ કે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમનો મુખ્ય ઉદેશ જન-જનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોમાં સન્માનની ભાવના વધુ બળવતર થાય તે માટે આગામી તારીખ ૧૩ થી ૧પ ઓગષ્ટ  હર ઘર તિરંગા રાજકોટ જીલ્લાના વધુમાં વધુ ઘર મકાન, દુકાનો, ફેકટરીઓ પર રાષ્ટ્રના આન-બાન-શાન સમાન તિરંગો લહેરાય અને દેશના લોકોમાં રાષ્ટ્રપ્રત્યેની ભાવના વધુ ઉજાગર થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે આપણા સૌની ફરજ છે જન-જન સુધી પહોંચીને ઘરે-ઘરે ઝંડો લગાવીને દેશની આન-બાન-શાનને વધારીએ.

આ તકે પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઇ કોરાટે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા કાર્યક્રમએ સ્વતંત્ર ચળવળમાં બલીદાન આપનાર શહીદો પ્રત્યેની સન્માન અને દેશનું ગૌરવ વધે જેનાથી લોકોમાં દેશ પ્રત્યેની ઉત્કૃષ્ટ રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટે થઇ સહું કાર્યકર્તાઓએ તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન તિરંગાને ઘર-ઘર, ઉદ્યોગો, વેપારીઓ, દુકાનો, સંસ્થાઓ, સરકારી કચેરીઓ, કોલેજો, શાળાઓ, આંગણવાડીઓ, સામાજીક તેમજ ધાર્મિક સંસ્થાઓ સહીત તમામ જગ્યાઓ ઉપર દેશની આન-બાન-શાન રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. આભારવિધિ નાગદાનભાઇ ચાવડાએ કરી હતી. આ બેઠકની તમામ વ્યવસ્થા કાર્યાલય મંત્રી અલ્પેશભાઇ અગ્રાવત, જયેશભાઇ પંડયા, વિવેકભાઇ સાતા, કિશોર ચાવડા, અમીતભાઇ ધ્રુવ વગેરેસંભાળી હતી.

(3:25 pm IST)