Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

વડોદરા-જામનગર ઇન્ટરસીટી પ મી ઓગસ્ટ સુધી રદ્દ : જયપુર-ઓખા, હાપા -મડગાંવ, ઇન્દોર-વેરાવળ, મુંબઇ-પોરબંદર સહિતની ટ્રેનો જુદા જુદા દિવસે રદ્દ

થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને લીધે ૫ ઓગસ્ટ સુધી રેલ વ્યવહાર ને અસર : અનેક ટ્રેનો આંશિક રદ્દ તો અનેકને ડાયર્વટેડ રૃટ પરથી દોડાવાશે : અમુક ટ્રેનો રીશેડ્યુલ કરાઇ

રાજકોટ, તા. ર૬ : રાજકોટ  ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરી માટે મેગા બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને તાત્કાલિક અસરથી ૫ ઓગસ્ટ સુધી અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છેૅં

રદ કરાયેલી ટ્રેનો

- ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એકસપ્રેસ ૨૬.૦૭.૨૦૨૨ થી ૦૪.૦૮.૨૦૨૨ સુધી રદ.

-ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એકસપ્રેસ ૨૭.૦૭.૨૦૨૨ થી ૦૫.૦૮.૨૦૨૨ સુધી રદ.

- ટ્રેન નંબર ૧૯૫૭૩ ઓખા-જયપુર એકસપ્રેસ ૦૧.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

-ટ્રેન નંબર ૧૯૫૭૪ જયપુર-ઓખા એકસપ્રેસ ૦૨.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

-ટ્રેન નંબર ૨૨૯૦૮ હાપા-મડગાંવ એકસપ્રેસ ૨૭.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૨૨૯૦૭ મડાગાવ-હાપા એકસપ્રેસ ૨૯.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એકસપ્રેસ ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૨૨૯૪૦ બિલાસપુર-હાપા એકસપ્રેસ ૦૧.૦૮.૨૦૨૨ ના રોજ રદ.

-ટ્રેન નંબર ૧૯૩૨૦ ઇન્દોર-વેરાવળ મહામના એકસપ્રેસ ૨૬.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૧૯૩૧૯ વેરાવળ - ઈન્દોર મહામના એકસપ્રેસ ૨૭.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

- ટ્રેન નંબર ૧૯૦૧૬ પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ ૩૧.૦૭.૨૦૨૨ ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

- ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર - ઓખા એકસપ્રેસ તાત્કાલિક અસરથી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ૦૩.૦૮.૨૦૨૨ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

-ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા - ભાવનગર એકસપ્રેસ ૨૬.૦૭.૨૦૨૨ થી ૦૪.૦૮.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એકસપ્રેસ તાત્કાલિક અસરથી ૦૩.૦૮.૨૦૨૨ સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એકસપ્રેસ ૨૬.૦૭.૨૦૨૨ થી ૦૪.૦૮.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એકસપ્રેસ ૨૫.૦૭.૨૦૨૨, ૨૮.૦૭.૨૦૨૨, ૩૦.૦૭.૨૦૨૨ અને ૦૧.૦૮.૨૦૨૨ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર - બાંદ્રા હમસફર એકસપ્રેસ ૨૬.૦૭.૨૦૨૨, ૨૯.૦૭.૨૦૨૨, ૩૧.૦૭.૨૦૨૨ અને ૦૨.૦૮.૨૦૨૨ ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ૨૯.૦૭.૨૦૨૨ ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર ૧૧૪૬૬ જબલપુર - સોમનાથ એકસપ્રેસ અમદાવાદ - સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

- ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ સોમનાથથી ઉપડનારી ટ્રેન નંબર ૧૧૪૬૫ સોમનાથને બદલે અમદાવાદથી શરૃ થશે. આમ આ ટ્રેન સોમનાથ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૃટ પર દોડતી ટ્રેનો

- ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ-કામખ્યા એકસપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૃટ પર ચલાવવામાં આવશે.

- ૨૭.૦૭.૨૦૨૨ ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર ૧૫૬૬૮ કામાખ્યા - ગાંધીધામ એકસપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૃટ પર ચલાવવામાં આવશે.

- ૨૮.૦૭.૨૦૨૨ ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૫૨ ગાંધીધામ-બાંદ્રા એકસપ્રેસને વાયા માળિયા મિયાણા, ધાંગધરા, વિરમગામ થઈને ડાયવર્ટ કરાયેલા રૃટ પર ચલાવવામાં આવશે.

- ૨૯.૦૭.૨૦૨૨ ના રોજ બાંદ્રાથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૫૧ બાંદ્રા - ગાંધીધામ એકસપ્રેસને વાયા વિરમગામ, ધાંગધરા, માળીયા મિયાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૃટ પર ચલાવવામાં આવશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો

- ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા - વારાણસી એકસપ્રેસ ૦૪.૦૮.૨૦૨૨ ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી ૩ કલાક ૩૦ મિનિટ મોડી ઉપડશે.

- ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખા - એર્નાકુલમ એકસપ્રેસ ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમયથી ૬ કલાક ૩૦ મિનિટન મોડી ઉપડશે.

- ટ્રેન નંબર ૧૬૬૧૪ કોઈમ્બતુર - રાજકોટ એકસપ્રેસ ૨૯.૦૭.૨૦૨૨ ના રોજ કોઈમ્બતુરથી તેના નિર્ધારિત સમય કરતાં ૪ કલાક મોડી ઉપડશે.

- ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં ૩ કલાક મોડી ઉપડશે.

-ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ - બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ૩૦.૦૭.૨૦૨૨ ના રોજ વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં ૨ કલાક ૪૫ મિનિટના મોડી ઉપડશે.

 પુનઃસ્થાપિત ટ્રેનો

- ૨૬મી જુલાઈ, ૨૦૨૨ની ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ અને ટ્રેન નંબર ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ એકસપ્રેસ જે સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી, આ બંને ટ્રેનોને હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ઉપરોકત બંને ટ્રેનો હવે તેમના નિયમિત સમયપત્રક મુજબ ચલાવવામાં આવશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોકત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૃ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે õ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

(3:24 pm IST)