Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

પૂ.પારસમુની મા.સા.ની નિશ્રામાં કાલાવડ ખાતે ધ્‍યાનયોગ સાધના શિબિર

શુક્રવારે પુષ્‍પનક્ષત્રનાં શુભયોગમાં: સર્વ દુઃખોતી મુકિતનો શ્રેષ્‍ઠ માર્ગ ધ્‍યાનયોગ સાધનાઃ સદગુરુદેવ પૂ.પારસમુનિ મા.સા.

રાજકોટઃગોંડલ સંપ્રદાયના સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા- ૨ નાં સાનિધ્‍યમાં સંપુર્ણ વર્ષ દરમ્‍યાન સુર્યનારાયણદેવ અને ચંદ્રદેવ બન્ને સંગાથે નક્ષત્રોમાં સર્વશ્રેષ્ઠ નક્ષત્ર પુષ્‍યનક્ષત્રનાં શુભયોગમાં નિવાસ કરતાં હોય તેવો દિવ્‍ય સંયોગ વર્ષમાં એક જ દિવસ આવે તે દિવસ એટલે વર્ષ ર૦રર માં તા. ર૯ શુક્રવારનાં શુભ યોગ છે. આ શુભ દિવસે દિવ્‍યભૂમિ પર દિવ્‍ય ફાઉન્‍ડેશન મુંબઈ દ્વારા ધ્‍યાનયોગ સાધના શિબિરનું આયોજનᅠ તા. ૨૯ ને શુક્રવારે, સવારે ૭ થી ૯ રાખવામાં આવેલ છે.

મહાન ભારતવર્ષની ધ્‍યાનયોગ પરંપરાને અનુસરતા ધ્‍યાનયોગ સાધનાની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આત્‍મા માલિક સદગુરૂદેવ પ.પૂ. જંગલીદાસજી મહારાજ જેઓ ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવે છે તેમની સમીપે ધ્‍યાનયોગ સાધનાની ઉત્‍કૃષ્ટ આરાધના કરી સર્વજીવના આત્‍મહિત અને આત્‍મકલ્‍યાણ અર્થે સર્વજન હિતાય-સર્વજન સુખાયની ઉતમોતમ ભાવના સાથે સદગુરૂદેવ પૂજયશ્રી પારસમુનિ મહારાજ સાહેબ ધ્‍યાનયોગ સાધનાની આરાધના માનવ માત્રના આધ્‍યાત્‍મિક ઉત્‍થાન અર્થે નાત-જાતના ભેદભાવથી પર બની સર્વજ્ઞાતિનાં ભાઈઓ-બહેનોને સર્વશ્રેષ્ઠ મુહૂર્તમાં સ્‍વયં કરાવશે.

આપનું મન અશાંત છે ? આત્‍મવિશ્વાસ કે આત્‍મશકિતનો અભાવ છે ? નકારાત્‍મક ઉર્જાએ આપના જીવનને દુઃખદાયી બનાવી દીધુ છે ? આપનું શરીર રોગોથી ઘેરાઈ ગયું છે. ? તો આપ પધારો ધ્‍યાનયોગ શિબિરમાં, મનને શાંત કરવા માટે, આત્‍મવિશ્વાસ અને આત્‍મશકિત વધારવા માટે, સકારાત્‍મક ઉર્જાનો સ્ત્રોત પ્રાપ્ત કરી જીવનમાંથી રોગ અને દુઃખથી મુક્‍ત થવા અને સુખ, શાંતિ, સમૃધ્‍ધિ, સમાધિ પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય છે- ધ્‍યાનસાધના. અનેક સમસ્‍યાઓનું એકમાત્ર સમાધાન છે - ધ્‍યાનયોગ સાધના.

શ્રીકૃષ્‍ણ વાસુદેવે ભગવદગીતામાં ધ્‍યાનયોગ, ભગવાન મહાવીરે જૈનાગમોમાં અનુપ્રેક્ષા ધ્‍યાન, તથાગત ગોેતમબુધ્‍ધે આનપાનસતિ ધ્‍યાન, મહર્ષિ પતંજલીએ અષ્ટાંગયોગ, સ્‍વામી વિવેકાનંદે રાજયોગ ધ્‍યાન, આચાર્ય તુલસીએ પ્રેક્ષાધ્‍યાન આદિ મહાપુરુષોએ ધ્‍યાનયોગ સાધના દ્વારા આત્‍માનું પરમાત્‍મતત્‍વ સાથે અનુસંધાન સાધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તો ચાલો આપણે પણ આત્‍મદેવને આરાધીને સ્‍વયંમા શિવતત્‍વને પ્રગટાવીએ. તો ચાલો સૌ ધ્‍યાનયોગ આરાધનામાં જોડાઈએ. ધ્‍યાનયોગ દ્વારા આત્‍મચેતનાને જાગૃત કરીએ.

ધ્‍યાનયોગ સાધના શિબિરમાં કોઈપણ ધર્મ, દેશ, જાતિ, ભાષા, રંગ ધરાવતા ભાઈઓ-બહેનો પ્રવેશ મેળવી ધ્‍યાનયોગ સાધના કરી શકે છે.ધ્‍યાનયોગ શિબિર નિઃશુલ્‍ક છે.૧૮ વર્ષ કે તેથી મોટી ઉંમરના ભાઈઓ-બહેનો શિબિરમાં લાભ લઈ શકે છે.શ્વેત વસ્ત્ર પરિધાન કરવા આવશ્‍યક છે.બેસવા માટેનું આસન સાથે લાવવું આવશ્‍યક છે.સરળ પદ્ધતિથી સદગુરૂદેવ દ્વારા ધ્‍યાનયોગ સાધના કરાવવામાં આવશે.

શિબિર બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધ્‍યાનયોગ શિબિરમાં આવવા ઈચ્‍છુક ધ્‍યાન સાધકોએ પોતાનું રજીસ્‍ટ્રેશન નીચે આપેલા નંબર પર અથવા કાલાવડ જૈન ઉપાશ્રય ઓફિસમાં કરાવવું આવશ્‍યક છે. દિવ્‍ય સાધનાલય, યતિવર્ય પૂ. ગાંગજીઋષિજીની ડેરી, શીતલામાતાનાં મંદિરની બાજુમાં, રાજકોટ-કાલાવડ-જામનગર હાઈ-વે, મું. કાલાવડ(શીતલા), જી. જામનગર.સંપર્ક : ૮૧ર૮૮૮૧ર૮૯, ૬૩પ૩૭૬૮ર૪૩

(11:45 am IST)