Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

થોરાળા રોડ પર મંગુબેને બકરી માટે પાંદડા તોડતાં ધોકાવાળી

વૃધ્‍ધે પીપળાના પાન તોડવાની ના પાડી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૨૭:  દુધસાગર રોડ પર શિવાજીનગર-૬માં રહેતાં મંગુબેન કાંતિલાલ સોલંકી (ઉ.૬૦) પોતાની બકરીને ચરાવવા નીકળ્‍યા હતાં ત્‍યારે એક વૃધ્‍ધે માર મારતાં સારવાર લેવી પડી હતી.
વૃધ્‍ધા થોરાળા પોલીસ સ્‍ટેશન નજીક આવેલા એક ડેલા બહાર પીપળાનું ઝાડ હોઇ તેમાંથી તેણીએ કુણા પાન તોડી અને આજુબાજુમાં બીજા પાંદડા ઉગ્‍યા હોય તે તોડીને પોતાની બકરીને ખવડાવતાં તે વખતે ડેલા પાસેથી આવેલા વૃધ્‍ધે અહિથી શું કામ પાંદડા તોડયા? તેમ કહી લાકડીથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

 

(10:41 am IST)