Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

રાજકોટમાં લંપીનો ખતરો: વધુ 9 પશુઓના મોત : કુલ મૃત્યુઆંક 16 થયો : તંત્રમાં પણ વધતી ચિંતા

અત્યાર સુધી સુધીમાં 47,000 જેટલા પશુઓને વેક્સિન અપાઇ ગઇ છે.

રાજકોટ :રાજકોટમાં લંપી વાયરસનો ખતરો વધ્યો છે વધુ 9 પશુઓના મોત થયા છે કુલ મૃત્યુઆંક 16 જેટલો થતા તંત્રમાં ચિંતા વધી છે આ અગાઉ  રાજકોટ શહેરમાં એક ગોંડલ તાલુકામાં એક જામકંડોરણા તાલુકામાં બે જ્યારે કે પડધરી તાલુકામાં ત્રણ જેટલા પશુઓના મોત નીપજ્યા છે

 કોરોનાના કેસો તો ઓછા થઇ ગયા પરંતુ હવે પશુઓમાં લંપી વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે.જેને લઇને તંત્ર પણ ચિંતામાં જોવા મળી રહ્યું છે.તેને રોકવાનું માત્ર એક જ કારણ છે વેક્સિન જેને લઇને સરકાર સતત કામગીરી કરી રહી છે.મોટી સંખ્યામાં પશુઓને વેક્સિન મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધી સુધીમાં 47,000 જેટલા પશુઓને વેક્સિન અપાઇ ગઇ છે.

હવે આ વધતા કેસો વચ્ચે નવી માહિતી સામે આવી છે જેમાં દૂધના ઉત્પાદનમાં પણ હાલ ઘટાડો જોવા મળ્યો છે.હાલ આ વાયરસના કારણે દૂધમાં પણ ધટાડો થયો છે જે એક ચિંતાની વાત કહી શકાય.

(11:20 pm IST)